ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદ: , શુક્રવાર, 21 જૂન 2019 (18:25 IST)

મહિલા કોન્સ્ટેબલે બાથરૂમમાં ગળે ફાંસો ખાઇ કરી આત્મહત્યા

કાલુપુર પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતી ફાલ્ગુની શ્રીમાળી નામની મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ પણ મળી છે, પરંતુ આત્મહત્યાના કારણનો ખુલાસો થયો નથી. કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીએ પોતાના ચાંદખેડા સ્થિત ઘરના બાથરૂમમાં ગળે ફાંસો ખાધો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 
જોકે, ઘટના સ્થળેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં વડનગરના શખ્સોનો ઉલ્લેખ છે. કોન્સ્ટેબલ ફાલ્ગુનીએ મરતાં પહેલાં લખેલી ચિટ્ઠીમાં કેટલાક લોકો તેની પજવણી કરતા હોવાનો ઉલ્લેખ છે. પ્રાપ્ત અહેવાલો મુજબ તેણે લખ્યું હતું કે પોલીસની નોકરી હોવા છતાં કશુ કરી શકે તેમ નથી તેનું દુ:ખ છે. મૂળ વડનગરની રહેવાસી ફાલ્ગુની પરિવાર સાથે અમદાવાદ સ્થાયી થઈ હોવાના અહેવાલો છે. જોકે, આત્મહત્યાનું ખરૂ કારણ તો પોલીસ તપાસના અંતે જ જાણી શકાશે.


હાલમાં મહિલા કોન્સ્ટેબલ ફાલ્ગુની શ્રીમાળીની આત્મહત્યાના મુદ્દે ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક કોન્સ્ટેબલનો મૃતદહે બાથરૂમમાંથી મળી આવ્યો હતો.