શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 જૂન 2018 (11:58 IST)

સગા મિત્રએ જ પોતાના મિત્રની મંગેતર સાથે બાંધ્યા શારિરીક સંબંધ

વલસાડ તાલુકાના કોસંબા ગામે એક યુવાને મિત્રની મંગેતર સાથે મિત્રતા કેળવી લલચાવી ફોસલાવી પ્રેમસંબંધ બાંધી શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ લગ્ન કરવાની ના પાડતાં યુવતીએ શુક્રવારે સાંજે વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. વલસાડ તાલુકાના કોસંબા ગામના દેસાઈવાડ ખાતે રહેતા અને માછીમાર પરિવારની યુવતીની સગાઈ  એક યુવક સાથે નક્કી કરવામાં આવી હતી. સગાઈ બાદ બન્ને એકબીજાને મળતાં પણ હતાં.

સગાઈનાં ચાર વર્ષ બાદ લગ્ન કરવાનું નક્કી કર્યા બાદ યુવક શિપમાં નોકરી કરવા વિદેશ જતો રહ્યો હતો. એ દરમિયાન યુવકના મિત્રએ યુવતી સાથે મિત્રતા કેળવી મોબાઈલ પર અવારનવાર વાતચીત કરી વોટ્સએપ પર મેસેજ કરતો હતો. મિત્રએ યુવતીને ફોન કરીને જણાવ્યું હતું કે તે જેની સાથે સગાઈ કરી છે તે યુવકના અન્ય યુવતી સાથે સંબંધ છે તું સગાઈ તોડી નાખ હું તારી સાથે લગ્ન કરીશ તેવી લાલચ આવી હતી. જે અંગે યુવતીએ ફોન કટ કરી નાખ્યા બાદ યુવકે ભૂલ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું અને ત્યાર બાદ પુન મિત્ર કેળવી બીજીવાર ફોન કરીને યુવતીને એકાંતમાં મળવા જણાવ્યું હતું અને રાત્રિના સમયે તેણીના ઘરે જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો.

ત્યારબાદ લગ્ન કરવાની ના પાડતાં તેણીએ તેમના પરિવારજનોને જાણ કરતા સમગ્ર મામલો સમાજનાં અગ્રણીઓ સમક્ષ પહોંચ્યો હતો. પરંતુ યુવતી સાથે સગાઈ કરનાર  મિત્રએ સ્પષ્ટ શબ્દોમાં લગ્ન કરવાની ના પાડતાં આખરે તેણીએ વલસાડ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.