બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2022 (10:15 IST)

નવરાત્રીને લઇનેને પાવાગઢ ખાતે દર્શનાર્થીઓની સુવિધા માટે વધુ ૬૦ એસ.ટી.બસોનું કરાયું આયોજન

હાલમાં ચાલી રહેલ આસો નવરાત્રીનાં તહેવાર દરમિયાન માતાજીના દર્શન કરવા પાવાગઢ ખાતે આવતા દર્શનાર્થીઓની સુવિધા માટે એસ.ટી. વિભાગ દ્વારા તા. ૨૫/૦૯/૨૦૨૨ થી તા.૦૯/૧૦/૨૦૨૨ સુધી વધારાની ૬૦ બસો ફાળવવામાં આવેલ છે. જેનાં સુચારુ આયોજન માટે એસ.ટી. વિભાગના ૨૫૦ જેટલા કર્મચારીઓને રાઉન્ડ ધી ક્લોક ફરજો સોંપવામાં આવેલ છે. 
 
આ ઉપરાંત સ્થળ ઉપર મંડપ, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ બસમાં બેસવા માટે લાઈન દોરી સહિતની વ્યવસ્થા બાબતે મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી થવા ન પામે તે માટે વિભાગનાં વિવિધ અધિકારીઓ દ્વારા રાઉન્ડ ધી ક્લોક હાજર રહી મોનીટરીંગ કરવામાં આવે છે. જે સુંદર સુચારુ વ્યવસ્થાનો લાભ લેવા માટે સમગ્ર ધર્મપ્રેમી જનતાએ નોંધ લેવા વિભાગીય નિયામક એસ.ટી વિભાગ ગોધરા એક અખબારી યાદીમાં જણાવેલ છે.