ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 26 નવેમ્બર 2022 (21:29 IST)

ઓવૈસીએ અમિત શાહના '2002નાં રમખાણો. નિવેદન પર આપ્યો જવાબ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું કે 2002નાં રમખાણોમાં અસામાજિક તત્ત્વોને "પાઠ" ભણાવીને ભાજપે રાજ્યમાં "કાયમી શાંતિ" સ્થાપી છે.
 
હવે અમિત શાહના આ નિવેદન પર એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે તેમણે (અમિત શાહ) ગુનેગારોને આઝાદ કરવાનો પાઠ ભણાવ્યો છે.
 
ગુજરાતના મુસ્લિમ વિસ્તાર જુહાપુરામાં શુક્રવારે એક જાહેર સભાને સંબોધતા ઓવૈસીએ કહ્યું, "અમિત શાહે એક જાહેર રેલી દરમિયાન નિવેદન આપ્યું હતું કે 2002માં અમે જે પાઠ ભણાવ્યો તેના લીધે રાજ્યમાં શાંતિ સ્થાપાઈ છે. હું આ વિસ્તારના સાંસદ અને દેશના ગૃહમંત્રીને કહેવા માગું છું કે તમે એવો પાઠ ભણાવ્યો હતો કે બિલકીસ પર બળાત્કાર કરનારાઓને તમે છોડશો. તમે એ પાઠ ભણાવ્યો હતો કે જેમણે બિલકીસની સામે તેની દીકરીને મારી નાખી તેને તમે છોડશો, અમિત શાહે એ સબક શીખાવડ્યો હતો કે એહસાન જાફરીની હત્યા કરી નંખાશે."
 
"યાદ રાખજો, પાઠ ભણાવવાથી કંઈ નહીં થાય, શાંતિ ત્યારે જ મજબૂત બને છે જ્યારે પીડિતોને ન્યાય મળે છે."
 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ચૂંટણીસભામાં કહ્યું કે ગુજરાતમાં પહેલાં અસામાજિક તત્ત્વો હિંસામાં સામેલ રહેતાં હતાં, કેમ કે કૉંગ્રેસ એમને સમર્થન કરતી હતી, પણ જ્યારે 2002માં એમને 'પાઠ' ભણાવાયો તો એણે આ પ્રકારની હિલચાલ બંધ કરી દીધી. આ રીતે ભાજપે રાજ્યમાં 'કાયમી શાંતિ' સ્થાપી.
 
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર ગુજરાતના ખેડા જિલ્લાના મહુડામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં આયોજિત રેલીમાં શાહે કહ્યું, "ગુજરાતમાં 1995 પહેલાં કૉંગ્રેસના શાસનમાં ભારે સાંપ્રદાયિક રમખાણો થતાં હતાં.