સંબંધિત સમાચાર
- ગુજરાતના યુવાનો માટે ખુશખબર: GSRTCમાં 4599 ડ્રાઈવર અને 4318 કંડક્ટરની ભરતી જાહેર, 5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે
- સારવાર કરાવવા જતા પરિવારને રસ્તામાં જ આંબી ગયો કાળ: મોરબી હાઇવે પર અકસ્માતમાં રણછોડગઢના 5 આશાસ્પદ યુવાનો હોમાયા
- નોકરી માટે થાઈલેંડ ગઈ બે બહેનો, લાઓસમાં ફસાઈ તો સાંસદ મિતેશ પટેલે ચલાવ્યુ 'ઓપરેશન મહીસાગર 2.0'
- રાજ્યસભા ચૂંટણી: ભાજપે તદ્દન નવા 4 ઉમેદવારો જાહેર કરી ફરી ચોંકાવ્યા, યુવા નેતૃત્વને મળી તક
- ખેડૂતો રહે સાવચેત: ગુજરાતના 4 જિલ્લાઓમાં આગામી કલાકોમાં વાદળછાયા માહોલ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી
દમણ બનશે નવું સિંગાપોર: PM મોદીએ આપી રૂ. 3000 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ; કહ્યું- 'વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારત વધશે આગળ'
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડાયમંડ સિટી સુરત અને સંઘપ્રદેશ દમણની મુલાકાત લીધી હતી. દમણમાં એક વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાને દેશવાસીઓને ગેરંટી આપતા કહ્યું કે, "આખી દુનિયાની અર્થવ્યવસ્થા અત્યારે મુશ્કેલીમાં છે, પરંતુ 140 કરોડ દેશવાસીઓના પ્રયાસોથી ભારત તમામ મુશ્કેલીઓનો સામનો કરીને તેજ ગતિથી આગળ વધતો રહેશે." વડાપ્રધાને ઉમેર્યું કે આપણું દમણ હવે ઝડપથી 'મિની ઈન્ડિયા' બની રહ્યું છે અને દસકોથી જોયેલા વિકાસના સપના આજે સાકાર થઈ રહ્યા છે.
દમણને રૂ. 3000 કરોડના 53 પ્રોજેક્ટ્સની ભેટ: નમો એરપોર્ટ અને હોસ્પિટલનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પર દમણમાં એક ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન પીએમ મોદીએ દમણવાસીઓને નમો એરપોર્ટ અને નમો મેડિકલ કોલેજ-હોસ્પિટલ સહિત રૂપિયા 3,000 કરોડના કુલ 53 પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. જેમાંથી 38 આધુનિક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને 15 નવી પરિયોજનાઓનો શિલાન્યાસ કરાયો હતો, જે દમણના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈ પર લઈ જશે.
સિંગાપોરની જેમ દમણ બનશે મોટું બિઝનેસ હબ: વિકાસની ગતિ થશે તેજ
પીએમ મોદીએ દમણના ભવિષ્ય અંગે વાત કરતા સિંગાપોરનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, "એક સમયે સિંગાપોર માછીમારોનું નાનું ગામ હતું, પણ ત્યાંના લોકોના સપના અને લક્ષ્યને કારણે આજે તે દુનિયાનું સૌથી મોટું બિઝનેસ હબ બન્યું છે. દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ પણ હવે એ જ સપનું જોઈ રહ્યા છે." નમો એરપોર્ટ અને દમણ ગંગા નદી પર બનનારા આઈકોનિક બ્રિજ જેવા પ્રોજેક્ટ્સથી બિઝનેસ માટે નવી સંભાવનાઓ ખુલશે અને દમણના બંને કિનારે વિકાસની ગતિ બમણી થશે.
આર્થિક મોરચે ભારત મજબૂત: વર્ષ 2025-26માં દેશે 7.7% નો ગ્રોથરેટ હાંસલ કર્યો
વડાપ્રધાને દેશના જીડીપી (GDP)ના આંકડા જાહેર કરતા ગર્વભેર જણાવ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થા અત્યારે ખુબ જ મજબૂત સ્થિતિમાં છે. વર્ષ 2025-26ના નાણાકીય વર્ષમાં ભારતે 7.7 ટકાનો શાનદાર ગ્રોથરેટ હાંસલ કર્યો છે. આ આંકડા દર્શાવે છે કે વૈશ્વિક મંદી અને પડકારોની વચ્ચે પણ ભારતની આર્થિક નતિઓ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે અને દેશ આર્થિક મહાસત્તા બનવા તરફ અગ્રેસર છે.
હેલ્થ સેક્ટરમાં ક્રાંતિ: આયુષ્માન ભારત યોજનાથી 60% થી વધુ પરિવારો સુરક્ષિત
દેશના નાગરિકોના સ્વાસ્થ્ય અંગે વાત કરતા વડાપ્રધાને જણાવ્યું કે, વર્ષ 2014 પહેલા દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓની સ્થિતિ ખૂબ નબળી હતી અને માત્ર 30 ટકાથી પણ ઓછા પરિવારો સ્વાસ્થ્ય વીમા યોજના સાથે જોડાયેલા હતા. જો કે, આજે 'આયુષ્માન ભારત' યોજનાના કારણે આખો ચિતાર બદલાઈ ગયો છે. હવે દેશના 60 ટકાથી પણ વધુ પરિવારોને મફત અને ગુણવત્તાયુક્ત સારવારની સુવિધા મળી રહી છે, જે સામાન્ય નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
ગ્રીન એનર્જીમાં દમણ-દીવ મોખરે: સરકારી ઈમારતોમાં 100% સોલાર પાવરનો રેકોર્ડ
પર્યાવરણ દિવસ નિમિત્તે દમણમાં 1 લાખ વૃક્ષો વાવવાની નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. ગ્રીન એનર્જી ક્ષેત્રે પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે, "મને ગર્વ છે કે આ એક એવું કેન્દ્રશાસિત પ્રદેશ છે જેણે પોતાની તમામ સરકારી ઈમારતોમાં 100 ટકા સૌર ઊર્જા (સોલાર પાવર) મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે." આ ઉપરાંત, દીવ જિલ્લામાં દિવસ દરમિયાન વીજળીની તમામ જરૂરિયાતો સોલાર એનર્જીથી જ પૂરી થાય છે અને હવે ઘરોમાં પણ 'રૂફટોપ સોલાર પ્લાન્ટ' યોજના દ્વારા લોકોને મફત વીજળી અને કમાણીની તક મળી રહી છે.
