રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 માર્ચ 2023 (14:09 IST)

શબ્દોની તપસ્યા છે કવિની કવિતા, બદલતા સમાજનું ચિત્ર છે કવિની કવિતા

તાપી જિલ્લાના પ્રખ્યાત કવયિત્રી ઉર્મિ ભટ્ટ પોતાની કવિતાઓ દ્વારા નવા સાહિત્યકારો માટે બની છે પ્રેરણારૂપ
 
 ઉર્મિ ભટ્ટ દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ઉપર લેખીત કવિતા “चली मोदी की आँधी...निडर हुई जनता,सबल हुई माता । मोदी की दस्तक, दुनियाँ नतमस्तक । “ ખરેખર વાંચવા જેવી ............. શબ્દોની રમત એટલે કવિતા માનવીના જીવનમાં ઉમંગ અને ઉત્સાહનો સંચાર કરે છે કવિતા. 21 માર્ચ દિવસ વિશ્વભરમાં “વિશ્વ કવિતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1999 માં, યુનેસ્કોએ દર વર્ષે 21 માર્ચને “વિશ્વ કવિતા દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કર્યું. આ દિવસે વિશ્વભરના કવિઓનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર સન્માન કરવામાં આવે છે. આ દિવસે કવિઓને સન્માનિત કરવા માટે વિશ્વભરના દેશોમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. “વિશ્વ કવિતા દિવસ” દર વર્ષે 21 માર્ચે ઉજવવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કવિઓ અને તેમની કવિતાઓનું સન્માન કરવા સહિત તેમને શ્રેષ્ઠ કવિતા લખવા માટે પ્રેરિત કરવા છે. 
કવિતા દ્વારા આપણી સરહદો પર યુદ્ધ લડી રહેલા બહાદુર સૈનિકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. કવિતા દ્વારા ઘણી વખત કવિ પોતાના હ્રદયને પોતાના સમાજની, પોતાના દેશની સારી નરસી બાબતોની અનુભૂતિ કરાવે છે, આજકાલ નેતાઓ પણ પોતાના પ્રવચનમાં પોતાની કવિતાઓથી જનતાને આકર્ષે છે. કવિતા દ્વારા પ્રેમની પણ અભિવ્યક્તિ થાય છે. એક કવિ વિશ્વભરના તમામ મુદ્દાઓને પોતાની કવિતા દ્વારા ઉજાગર કરે છે, લોકોને કંઈક કરવાની પ્રેરણા આપે છે. તમને અને અમને બધાને કવિતા વાંચવી ગમે છે. 
 
કવિઓ માટે બહુ જૂની કહેવત છે કે “જ્યાં ન પહોચે રવિ ત્યા પહોંચે કવિ”, મતલબ કે જ્યાં સૂર્યના કિરણો પણ નથી પહોંચી શકતા ત્યાં કવિ પોતાની કવિતા દ્વારા પહોંચે છે, તેની વિચારસરણી એવી પહોંચે છે કે સમાજની સારી કે ખરાબ બાબતોને લોકો સમક્ષ લાવવાનો ઉત્સાહ, શબ્દો દ્વારા મળે છે. કવિતા દેશ અને દુનિયાને વિચારો બદલવા માટે નવો દ્રષ્ટિકોણ આપે છે. આવા જ એક કવયિત્રી તાપી જિલ્લાના વ્યારાના રહવાસી છે જે પોતાની કવિતાઓ દ્વારા નવા સાહિત્યકારો માટે પ્રેરણારૂપ બન્યા છે. જેમની કવિતાઓએ લોકોના હૃદયમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે.
 
મધ્યપ્રદેશના જબલપુરમાં જન્મેલી ઉર્મિ ભટ્ટની માતૃભાષા હિન્દી અને ખાસ કરીને બુંદેલખંડી છે. ઉર્મિ ભટ્ટ શાસ્ત્રીય સંગીત, કવિતામાં રસ ધરાવતી નિવૃત્ત શિક્ષિકા છે. ઉર્મિલા ભટ્ટ એક સંવેદનશીલ કવયિત્રી છે. તેમની લખેલી કવિતા 'અંધેરે ઉજલે મેરે' તેમની એક સુપર મેનિફેસ્ટની વિશેષતા દર્શાવે છે. માતૃભાષા હિન્દી હોવાને કારણે તેમનું મોટાભાગનું લેખન કાર્ય માત્ર હિન્દીમાં જ છે.ઉર્મિજીના લેખન ક્ષેત્રે તેમને અનેક વખત સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના પુસ્તકો- અંધેરે ઉજલે મેરે, વાર્તા ઉત્સવ (ગુજરાતી ભાષા) અને “ચિર મિલન” વગેરેએ લોકોના હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું હતું. 
 
ઉર્મિજી કહે છે કે, તમને જે ગમે તે પ્રવૃતિ કરો, દુ:ખમાં સુખ શોધો, એક દિવસ દુ:ખ સુખમાં બદલાઈ જશે, કારણ કે સફળતા આપણી વિચારસરણી પર નિર્ભર કરે છે, પક્ષી પણ પોતાનો માળો જાતે બનાવે છે, નાની કીડી પણ જ્યારે અનાજ વહન કરે છે, ત્યારે તે વારંવાર પડે છે, પરંતુ તેનો વિશ્વાસ તેને પડવા દેતો નથી, તેથી આપણે બધાએ પોતાનામાં વિશ્વાસ રાખવો જોઈએ અને દુ:ખમાં પણ સુખનો માર્ગ શોધવો જોઈએ, કારણ કે સફળતા એક રાતમાં મળતી નથી. 
 
ઉર્મિજીએ એ સમયે મોદીજી પર એક કવિતા લખી હતી જ્યારે મોદીજી માત્ર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતને ગૌરવ અપાવતા હતા, પરંતુ તેમની કવિતાના આ શબ્દો જાણે કે સરસ્વતી પોતે આ શબ્દોને સાકાર કરી રહ્યા હોય તેવું લાગે છે કારણ કે તે સમયે માત્ર ગુજરાત તેમને જ જાણતું હતું. પરંતુ આજે તે સમગ્ર ભારતનું ગૌરવ છે, આ નામ અને આ વ્યક્તિત્વને વિદેશમાં પણ એક અલગ ઓળખ મળી છે. કવિતા શબ્દોની શક્તિ છે. તેનું ભવિષ્ય અને વર્તમાન ઉજ્જવળ છે. આજના “વિશ્વ કવિતા દિને” જિલ્લા માહિતી કચેરી આ વિશેષ લેખ દ્વારા આવા તમામ આદરણીય કવિઓનું સન્માન કરે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવે છે. જય હિન્દ, જય ગુજરાત .