ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By વૃષિકા ભાવસાર|
Last Modified: શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2022 (15:27 IST)

વડાપ્રધાન મોદીએ તેમનો કાફલો અટકાવી એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો

pm ambulance
આજે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર રેલવે સ્ટેશનેથી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી અને તેમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારબાદ મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કર્યુ હતુ.

PM મોદીએ ગુજરાતને 'વંદે ભારત એક્સપ્રેસ' અને 'મેટ્રો ટ્રેન'ની ભેટ અર્પણ કર્યા બાદ તેઓએ થલતેજ ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું. બાદમાં તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા. આ દરમિયાન PM મોદીના માનવતાવાદી અભિગમનો એક પરિચય થતો જોવા મળ્યો હતો. ખરેખર ઘટના એવી બની હતી કે ગાંધીનગર જવા દરમિયાન PM મોદીના કાફલાની પાસેથી એમ્બયુલન્સ જતી જોવા મળી હતી. પ્રધાનમંત્રી મોદીએ એમ્બયુલન્સને રસ્તો કરી આપવા માટે પોતાનો કાફલો રોકાવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો ગાંધીનગર જવા દરમિયાન એમ્બ્યુલન્સ રસ્તે મળતા એમ્બયુલન્સ ને રસ્તો આપ્યા બાદ પીએમ નો કાફલો આગળ વધ્યો હતો અને ત્યાર બાદ આખરે રાજભવન પહોંચ્યો હતો. PM મોદીનો માનવતાવાદી અભિગમ દેશનાં નાગરિકો માટે પ્રેરણા રૂપ બન્યો હતો. લોકોએ આ વિડીયો જોઈ પ્રતિક્રિયા આપી હતી અને વડાપ્રધાનના વખાણ કર્યા હતા.