મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 જૂન 2018 (11:58 IST)

ગુજરાતના આ વિસ્તારોમાં 24 કલાકમાં વરસાદની આગાહી

ગુજરાતમાં જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે વરસાદનું આગમન થઇ ગયુ છે. આજે વહેલી સવારથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સાથે જ જે વિસ્તારોમાં વરસાદ નથી તે વિસ્તારોમા વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જામ્યું છે. આજ સવારથી વલસાડ, અરવલ્લી, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ છે જેમાં વરસાદ ગમે ત્યારે ખાબકી શકે છે. ગીર સોમનાથના ગામડાઓમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. તાલાલા, વેરાવળમાં વરસાદી મહોલ જોવા મળ્યો છે. વરસાદને લઈને લોકોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે. વલસાડ તેમજ આસપાસના વિસ્તારમાં પણ વરસાદી આગમ થઇ ગયુ છે. વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી રાહત મળી છે. વલસાડવાસીઓએ વરસાદની મજા માણી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દ.ગુજરાત માટે આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે. જેથી માછીમારોને 24 કલાક દરિયો ન ખેડવા સૂચના પણ અપાઇ છે.