ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (08:48 IST)

આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના

rain  ahmedabad
રાહત કમિશનર હર્ષદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOCગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સૈારાષ્ટ્રના દરિયાઇ જિલ્લા તથા  દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ તથા કેટલાક  જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. 
 
જે મુજબ આગામી તા.૧૪/૦૯/૨૦૨૨ના રોજ સૈારાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ,ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના  ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં મઘ્યમથી ભારે વરસાદ તથા તા.૧૫/૦૯/૨૦૨૨ના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં મઘ્યમથી ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.
   
સિંચાઈ વિભાગના અધિકારીએ આ બેઠકમાં રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૩૨૪૩૭૫ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૯૭.૧૦% છે. રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૪૭૬૨૩૫ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે,  જે કુલ સંગ્રહ શકિતના ૮૫.૩૨% છે. હાલમાં રાજ્યમાં ૧૧૭ જળાશય હાઇ એલર્ટ ૫ર, ૧૬  જળાશય એલર્ટ ૫ર  તેમજ ૧૭ જળાશય વોર્નીગ ઉ૫ર  છે.
 
કૃષિ વિભાગના અધિકારીશ્રીએ રાજ્યમાં થયેલા વાવેતર અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે તા.૧૨ સપ્ટેમ્બર સુધીમાં અંદાજીત ૮૪,૧૬,૭૯૫ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન  ૮૨,૮૩,૦૧૦ હેક્ટર વાવેતર થયું હતુ.
 
રાજયમાં હાલ NDRFની ૮ ટીમો ડીપ્લોય કરાઇ છે, જેમાં  ભરૂચ-૧, ભાવનગર-૧, ગીર સોમનાથ-૧, કચ્છ-૧, નર્મદા-૧, નવસારી-૧, રાજકોટ-૧,સુરત-૧ NDRFની ટીમ તૈનાત છે. ઉપરાંત ગાંધીનગરમાં ૨-  અને વડોદરામાં ૫ એમ કુલ-૦૭ ટીમો રીઝર્વ રખાઇ છે. જ્યારે રાજયમાં હાલ SDRFની કુલ-૧૧ ટીમ  સ્ટેન્ડબાય  છે.
 
આ બેઠકમાં કૃષિ વિભાગ, સિંચાઇ અને સરદાર સરોવર નર્મદા નિગમ,  NDRF, SDRF તથા ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, CWC, BISAG, કોસ્ટ ગાર્ડ,  પશુપાલન, આરોગ્ય, ફોરેસ્ટ, કમિશનર(મ્યુનિસિપાલિટી),  આર્મી તથા શહેરી વિકાસ વિભાગના અઘિકારીઓએ ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.