બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 જુલાઈ 2018 (11:56 IST)

ગુજરાતમાં બળાત્કારનાં કિસ્સા નોધપાત્ર - અમદાવાદમાં સૌથી વધુ

અમદાવાદ, બળાત્કારનાં કેસની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કૂલ 1887 બળાત્કારની ઘટના પોલીસનાં ચોપડે નોંધાઇ છે. રાજ્યનાં ગૃહવિભાગનાં આંકડા કહે છે કે, મેટ્રોસિટી અમદાવાદમાં રાજ્યનાં અન્ય શહેર અને ગામડાંની સરખામણીએ ક્રાઇમ રેટ સૌથી વધુ છે. બળાત્કારનાં કિસ્સાઓ પણ અમદાવાદમાં સૌથી વધુ નોંધાયા છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર 159 કેસ જ્યારે ગ્રામ્યમાં કૂલ મળીને 291 કેસ નોંધાયા છે. એટલે કે ફક્ત અમદાવાદ શહેર અને જીલ્લામાં કૂલ 450 બળાત્કારનાં કેસ નોંધાયા છે.  સુરત શહેર અને જીલ્લામાં કૂલ 241, વડોદરામાં 66, રાજકોટ શહેર અને જીલ્લામાં 108 કેસ નોંધાયા છે.

ચોકાવનારી વાત તો એ છે કે, ગુજરાત રાજ્યનો એક પણ જીલ્લો એવો નથી કે જ્યાં બળાત્કારની ઘટના ન બની હોય. બનાસકાંઠા, કચ્છમાં બળાત્કારનાં કિસ્સા નોધપાત્ર નોંધાયા છે. એક રિપોર્ટ પ્રમાણે, 18થી 30 વર્ષની યુવતીઓ જ સૌથી વધુ બળાત્કારનો ભોગ બને છે. બળાત્કારનો ભોગ બનનારી 12થી 18 વર્ષની યુવતીઓની સંખ્યા પણ ઓછી નથી.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુોરનાં વર્ષ 2016નાં રિપોર્ટ અનુસાર ગુજરાતમાં બળાત્કારનાં 982 કેસ નોંધાયા છે. જેમાં 11 કેસમાં બળઆત્કાર કરનાર સહકર્મચારી, 12 કેસમાં મિત્ર, 224 કેસમાં પરિચીત જ્યારે સૌથી વધુ 365 કેસમાં લગ્નની લાલચ આપીને તેનાં ફિઆન્સી નહીં તો બોયફ્રેન્ડ દ્વારા બળાત્કાર ગુજાર્યાનો આરોપ છે. 21 કિસ્સાઓ એવા હતા જેમાં પિડીતા પર પોતાનાં પિતા, પૂત્ર, પતિ કે ભાઇ દ્વારા જ બળાત્કાર ગુજરાવામાં આવ્યો હોય. જ્યારે 39 કિસ્સામાં સગા સંબંધી કે પરિચીત દ્વારા અને 292 કેસમાં પાડોશી દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2016માં ગેંગરેપનાં કૂલ 14 કેસ નોંધાયા હતાં.