ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 28 જુલાઈ 2021 (15:44 IST)

RTPCR ટેસ્ટના ભાવમાં મોટો ઘટાડો- રાજ્યમાં ખાનગી લેબમાં 400 રૂપિયામાં તથા ઘરેથી સેમ્પલ લઈને 550 રૂપિયામાં RTPCR ટેસ્ટ થશે,સિટી સ્કેન 2500માં થશે

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. કોરોનાની બીજી લહેર લોકો માટે ઘાતક સાબિત થઈ હતી. ત્યારે હવે ત્રીજી લહેરની સંભાવના વચ્ચે સરકાર સજાગ થઈ ગઈ છે. તે ઉપરાંત ત્રીજી લહેરની સાવચેતી માટે સરકારે આગોતરા આયોજન કરવાના શરૂ કરી દીધાં છે. આજે કેબિનેટની બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દિનદયાળ કલીનીક સહીત અનેક મોટી જાહેરાતો કરી હતી.નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે હવેથી ખાનગી લેબમાં RTPCR ટેસ્ટ કરાવવો હોય એના દર ઘટાડવામાં આવ્યાં છે. કીટની કિંમતોમાં ધટાડો થયો છે. હવે ખાનગી લેબ માં RTPCR ટેસ્ટનો ચાર્જ રૂ.700 માંથી ઘટાડીને 400 રૂપિયા કરવામાં આવ્યો છે. દર્દીઓના ઘરેથી ટેસ્ટ સેમ્પલ લઈને ટેસ્ટ કરવાનો ચાર્જ  900 રૂપિયા હતો તેમાં ઘટાડો કરીને હવે 550 રૂપિયા કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર જો ટેસ્ટ કરાવવાની જરૂર હોય તેનો અત્યાર સુધીનો ચાર્જ 4 હજાર હતો, તે ઘટાડીને રૂ.2 હજાર 700 કરવામાં આવ્યો છે. બીજી લહેર વખતે HRCT ટેસ્ટનો ચાર્જ રૂ.3 હજાર હતો જેમાં ઘટાડો કરી રૂ.2 હજાર 500 કરવામાં આવ્યો છે. જ્યાં સરકારી મશીનરી છે ત્યાં અને સરકારી હોસ્પિટલોમાં બધી જ જગ્યાએ આ ટેસ્ટ વિનામૂલ્યે થાય છે.તેમણે ઉમેર્યું હતું કે, ત્રીજી લહેરમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલ માટે નવા 17 સીટી સ્કેન મશીન ખરીદાશે, જેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.રાજ્યની મેડિકલ કોલેજ, જિલ્લા કક્ષા હોસ્પિટલને 82.50 કરોડના ખર્ચની મંજૂરી આપવામાં આવી છે. ગાંધીનગર, સોલા, વડોદરા ગોત્રી કોલેજમાં નવા મશીનો ખરીદાશે, જેના કારણે ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવા નહી જવું પડે. માં અને માં વાત્સલ્ય યોજના હેઠળ વિના મૂલ્યે ટેસ્ટ કરી આપવામાં આવશે. રાજ્યમાં તમામ વિસ્તારને આવરી લઈ જિલ્લા કક્ષાએ સીટી સ્કેન MRIની સુવિદ્યા મળે એ માટે 112 કરોડના મશીન ખરીદવામાં આવશે. આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેક્સિનેશનની પ્રક્રિયાને લઇને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હવેથી આગામી રવિવારે જેઓને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવાનો બાકી હશે તેઓને પણ હવે રસી આપવામાં આવશે. કોરોનાના થર્ડ વેવને લઇને હાલમાં રાજ્ય સરકાર ગંભીર છે. રાજ્યમાં હવે ધીમે ધીમે છૂટછાટ પણ આપવામાં આવી રહી છે. રાજ્યમાં તમામ નાગરિકોને વેક્સિન આપીને સુરક્ષિત કરાશે. જો કે રાજ્યમાં ત્રીજી લહેર આવે નહીં તેવી પ્રભુને પ્રાર્થના કરું છું.નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે,રાજ્યમાં વિનામૂલ્યે એન્ટીજન અને આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 1 કરોડ 61 લાખ કરતા વધુ ટેસ્ટ કરાયા છે. તો વળી 91 લાખ 95 હજાર એન્ટી રેપીડ ટેસ્ટ ટેસ્ટ કરાયા છે. જ્યારે સરકારી કર્મચારીઓના અટકાયેલ મોંઘવારી ભથ્થા સંદર્ભે નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, કેન્દ્ર સરકારે જે જાહેરાત કરાઈ છે તેના સવાયા લાભ સાથે રાજ્ય સરકાર કર્મચારીઓ માટે ટુંક સમય મોંઘવારી ભથ્થાની જાહેરાત કરશે.