રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By હેતલ કર્નલ|
Last Updated : બુધવાર, 17 જાન્યુઆરી 2024 (13:58 IST)

ગુજરાતમાં જળ તાંડવ, અનેકા ગામોનો સંપર્ક તૂટ્યો, તબાહી મચાવનાર પૂરથી લોકોનું જનજીવન મુશ્કેલીમાં

ગ્રાઉન્ડ રિપોર્ટ

Saurashtra Ground Report . ડીપ ડિપ્રેશન સર્જાતા ભારતના અનેક વિસ્તારોમાં સ્થિતિ બેહાલ બની ગઇ છે. ઘણા રાજ્યોમાં જળપ્રલયની સ્થિતિ સર્જાઇ છે. પરંતુ સૌથી વધુ અસર ગુજરાતમાં જોવા મળી છે. અહીં લોકોનું જીવન મુશ્કેલમાં છે અને લોકોને મદદ પહોંચાડવામાં આવી રહી છે. ગુજરાતમાં પૂરના સ્થિતિ બેકાબૂ બનતાં અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે.લોકો પલાયન કરીર અહ્યા છે. લોકોને સુરક્ષિત સ્થળ પર પહોંચાડવા માટે એનડીઆરએફની અને કોસ્ટ ગાર્ડ ઉપરાંત એરફોર્સની મદદ લેવામાં આવી રહી છે. 
 
પૂરના પાણી શહેરમાં ઘૂસી ગયા, હાઇવે, રસ્તા ડૂબી ગયા છે. નદીઓ ઉછાળા મારી રહી છે. ડેમ ઓવરફ્લો થઇ રહ્યા છે. ઘણા જિલ્લા જિલ્લામાં ભયાનક દ્વશ્યો જોવા મળી રહ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશન માટે હેલિકોપ્ટર પણ મંગાવવા પડ્યા છે. 
Saurashtra Ground Report
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદના લીધે સ્થિતિ બેકાબૂ બની ગઇ છે. હાઇવે પર પણ પાણી ભરાઇ ગયા. ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ગિરના જંગલમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના લોધિકામાં ૫૧૬ મી.મી. એટલે કે ૨૧ ઈંચ જેટલો, જૂનાગઢના વિસાવદરમાં ૪૬૮ મી.મી. એટલે કે ૧૯ ઈંચ જેટલો, કાલાવડમાં ૪૦૬ મી.મી. એટલે કે ૧૬ ઈંચ જેટલો અને રાજકોટમાં ૩૨૫ મી.મી. એટલે કે ૧૩ ઈંચ જેટલો વરસાદ વરસ્યા હોવાના અહેવાલો છે. 
 
આ ઉપરાંત પોરબંદર, વઘઈ, માળિયા, વાપી, વંથલી, જામનગર, જામજોધપુર, ઉપલેટા, ધોલેરા, ધ્રોલ, ઉમરગામ, ડાંગ, માણાવદર, ભેસાણ, વાડિયા, લાલપુર, વાંસદા, ભાણવડ, કુતિયાણા અને કલ્યાણપુર મળી કુલ ૨૦ તાલુકાઓમાં છ ઈંચથી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જ્યારે ૬૧ તાલુકાઓમાં ચાર ઈંચથી એક ઈંચ સુધી અને અન્ય ૯૯ તાલુકાઓમાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
 
157 રસ્તાઓ બંધ
ભારે વરસાદને કારણે રાજ્યના 157 વિવિધ રસ્તાઓ બંધ થયા છે. જેમાં એક નેશનલ હાઈવે, 17 સ્ટેટ હાઈવે, 12 અન્ય માર્ગો, 127 પંચાયતના માર્ગોનો સમાવેશ થાય છે. જેમાં બનાસકાંઠા, વડોદરા,છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ,રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, જૂનાગઢ,અમરેલી અને પોરબંદર જિલ્લાઓના માર્ગો અસરગ્રસ્ત થયા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત એસ.ટી બસોના ૫૫ રૂટ બંધ કરાયા છે અને ૧૨૧ ટ્રીપો રદ કરાઈ છે.
 
હવામાન વિભાગ દ્વારા એલર્ટ
હવામાન વિભાગનું માનીએ તો આ વરસાદ અને પૂર માત્ર ટ્રેલર છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનથી ઓડિસા, દિલ્હી, હરિયાણા, પશ્વિમિ ઉત્તર અને ઉત્તરાખંડને પાણી પાણી કરી શકે છે. ત્યારે ગુજરાતની માફક આ રાજ્યોને પણ એલર્ટ રહેવાની જરૂર છે. 
 
ગુજરાત વરસાદ અને પૂરની સ્થિતિ એવી છે કે જીંદગી પર સંકટના વાદળો છવાયા છે. પૂર કારો તણાઇ રહી છે, ઘરમાં પાણી ઘૂસી ગયા છે, લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં ભારે વરસાદના લીધે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ જામનગરની છે. જ્યાં 35 ગામનો સંપર્ક તૂટી ગયો છે. એનડીઆરએફની 6 ટીમો અને વાયુસેનાના 4 હેલિકોપ્ટર રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાઇ ગયા છે. પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત નિકાળવવામાં આવી રહ્યા છે. 
 
જામનગરના 18 ડેમ ઓવરફ્લો
સતત વરસદના લીધે જામનગર જિલ્લામાં 18 ડેમ ઓવરફ્લો થઇ ચૂક્યા છે. ઘણા વિસ્તારોમાં પાણીમાં ડૂબી ગયા છે. ઘણા વિસ્તારોમાં મકાનોના પ્રથમ માળ સુધી પાણી ભરાઇ ગયા છે. પૂરથી બચવા માટે મોટાભાગના લોકો પોતાના મકાનના ધાબાનો સહારો લઇ રહી છે. એનડીઆરએફની ટીમ ઘરમાં ફસાયેલા લોકોને નિકાળી રહી છે. 
 
માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ
અમરેલી હવામાન વિભાગ દ્વારા વરસાદના એલર્ટ બાદ માછીમારોને દરિયા કિનારે ન જવાની સલાહ આપી છે. તો બીજી તરફ સમુદ્રમાં ગયેલા 600 માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સમક્ષ પ્રથમ પડકારનો સામનો કરવા માટે ઇમરજન્સી મિટિંગ બોલાવી અને રાહત અને બચાવ કાર્યના નિર્દેશ આપી કામગીરીને ઝડપી બનાવવાના આદેશ આપ્યા છે.