સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 જૂન 2022 (18:33 IST)

ગુજરાતનો બન્યો દરિયો ગાંડોતૂર, બંદરો પર 3 નંબરનું સિગ્નલ અપાયું

cyclone tauktae
રાજ્યમાં વરસાદનું આગમન થઇ ગયું છે. રાજ્યના કેટલાંક વિસ્તારોના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. એવામાં રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાંક બંદરો પર 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. અરબી સમુદ્ર (Arabian Sea) માં લો-પ્રેશર સર્જાયું છે જેના લીધે વેરાવળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. લો-પ્રેશરના પગલે દરિયો તોફાની બન્યો છે. આથી, 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી. સૌરાષ્ટ્રના મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર તેમજ દહેજ અને ભરૂચ, સહિતના બંદરો એલર્ટ પર છે.
 
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આગામી 48 કલાક સુધીમાં 40થી 60 કિ.મીની ઝડપે પવન ફુંકાઇ શકે છે
 
બીજી બાજુ ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશના કારણે દરિયો તોફાની બન્યો છે
 
આગામી 4 દિવસ સુધી દમણનો દરિયો પણ તોફાની રહેવાની શક્યતા સેવાઇ રહી છે. મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને એલર્ટ આપવામાં આવ્યું છે.