સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 એપ્રિલ 2021 (09:27 IST)

સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોરોનાના દર્દીઓને પ્રસાદીમાં મળે ટિફિન, તો આ અમદાવાદીઓ પણ કમ નથી

રાજ્યમાં કોરોનાના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. જેથી મેડિકલ સેવા અને ઓક્સિજનની અછત સર્જાઇ રહી છે. કોરોનાની બીજી લહેરમાં આખેઆખો પરિવાર કોરોના પોઝિટિવ થઇ રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિ કરફ્યું તો ઘણા શહેરો અને ગામડામાં સ્વંભૂ બંધ એલાન કરવામાં આવ્યું છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં ઘણી સામાજિક સંસ્થાઓ ટ્રસ્ટ આગળ આવીને સેવા આપી રહ્યા છે. 
 
જેના કારણે પરિવારને ખાવાનું બનાવીને ખાવું કઈ રીતે તે પ્રશ્ન સર્જાયો છે. ત્યારે આ સમસ્યાને ધ્યાને રાખી કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘ આગળ આવ્યું છે અને આવા લોકો માટે સંઘ દ્વારા મફત ટિફિન સેવા શરૂ કરી છે.
 
કહેવત છે કે ભગવાન ભૂખ્યો ઉઠાડે પણ કોઇને ભૂખ્યો સુવા દેતો નથી. કોરોના મહામારીમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં હોમક્વોરન્ટાઇન દર્દીઓ અને તેમના પરિવારને વિનામૂલ્યે ભોજનરૂપે પ્રસાદી પહોંચાડવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. 
 
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને જનરલ મેનેજર પ્રવિણ લહેરીએ જણાવ્યું હતું કે ટુરીસ્ટ ફેસેલિટી સેન્ટર ખાતે ભોજનાલય તૈયાર કરવામાં આવ્યું છે. આ ભોજનાલયમાં શુદ્ધ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ ફૂડ પેકેટ તૈયાર કરી ટ્રસ્ટના વાહનો મારફતે દર્દીઓના ઘર સુધી ભોજન રૂપી પ્રસાદી વિનામૂલ્યે પહોંચાડવામાં આવે છે. આ સેવાકાર્યમાં ટ્રસ્ટના દિનેશભાઇ મારૂ, જીતુપુરી ગોસ્વામીબાપુ, ગટુસીંઘ, ભીખુભાઇ મયુરભાઇ સહિત 6થી વધુનો લોકો સંકળાયેલો છે. 
 
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વેરાવળ હોસ્પિટલ, વેરાવળ શહેર, ભાલકા, પાટણ હોમક્વોરન્ટાઇન ઘર, લીલાવંતી કેર સેન્ટર ખાતે સેવા ભોજન પહોંચાડવામાં આવે છે. મંદિર તરફથી લગ્ન સુવિધા મળે છે જે સરકારી ગાઇડલાઇન મુજબ 50 લોકોને માન્યતા અપાય છે. જેના માટે 50 પાસ લગ્ન કરવા ઇચ્છુકને મળે છે. જેમાં વર કન્યાનો પણ સમાવેશ થઇ જાય છે. મંગળવારે સરકારની ગાઇડલાઇન મુજબ એક લગ્ન યોજાઇ ગયા છે.
 
સવારનું ભોજન 
2 શાક, રોટલી, સલાટ, દાળ-ભાત, કઠોળ તેમજ સાંજના સમયે પરોઠા, શાક, ખીચડી- કઢી અને સોમનાથ દાદાના પ્રસાદીના લાડુ આપવામાં આવે છે. 
 
અમદાવાદમાં પણ માનવતાની મિશાલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારી કમલેશ પંડ્યા અને તેમના ત્રણ મિત્રોએપ્રિલ 2020માં જ્યારે શહેરમાં કોરોના વકર્યો હતો ત્યારે કોરોના પોઝિટિવ થયેલા દર્દીઓને આ ચાર મિત્રો વિનામૂલ્યો ભોજન પહોંચાડતા હતા.
 
હવે જ્યારે ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આ ચાર મિત્રોએ પોતાની સેવા પણ ફરીથી શરૂ કરી છે. કમલેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે એપ્રિલમાં મારા એક મિત્રને કોરોના થયો હતો અને તે ક્વોરન્ટાઈન થયો હતો. તે સમયે તેને જમવાની વ્યવસ્થા કરવામાં તકલીફ પડતી હોવાને કારણે અમે મિત્રોએ મળીને તેના પરિવારને ટિફિન પહોંચાડવાનો નિર્ણય કર્યો. ત્યારે અમને વિચાર આવ્યો કે, એવા ઘણાં લોકો હશે જે આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા હશે.
 
ક્યાં-ક્યાં પહોંચાડે છે ટિફિન
પાલડી, સેટેલાઈટ, ગુરુકુળ, ઉસ્માનપુરા, જીવરાજ પાર્ક, એલિસબ્રિજ, નારણપુરા, નવરંગપુરા, શાસ્ત્રીનગર, ઘાટલોડિયા, વાડજ અને વિજયનગર જેવા વિસ્તારોમાં ટિફિન પહોંચાડવામાં આવે છે.
 
કેવી રીતે મેળવી શકાશે ટિફિન
એક ફૂડ પેકેટમાં રોટલી, શાક, દાળ, ભાત અને મિઠાઈ હોય છે. ખોરાકને ડિસ્પોઝેબલ કન્ટેનરમાં પેક કરવામાં આવે છે. આ સેવાનો લાભ લેવા માટે વોટ્સએપ નંબર પર કોન્ટેક્ટ અને એડ્રેસની વિગતો આપવાની હોય છે, સાથે જ પુરાવા તરીકે કોરોનાનો રિપોર્ટ પણ બતાવવાનો હોય છે.