શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 23 ઑગસ્ટ 2023 (13:55 IST)

Chandrayaan-3 Mission: 126 જેટલા એલઈડી સ્ક્રીન લગાવાયા

chandrayaan 2
Chandrayaan-3 Mission:  ચંદ્રયાન-3 આજે એટલે કે 23 ઓગસ્ટ 2023ની સાંજે 5.30થી 6.30ની વચ્ચે ચંદ્ર પર લેન્ડિંગ થશે. ચંદ્રયાન 3નું લેન્ડિંગ દક્ષિણ ધ્રુવની નજીક થશે. ISROએ જે લૉન્ગીટ્યૂડ અને લૈટીટ્યૂડ જણાવ્યું છે, તે મેનિન્જીસ ક્રેટર તરફ ઈશારો કરે છે
 
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ AMC દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. અલગ-અલગ વિસ્તારોમાં 126 જેટલા એલઈડી સ્ક્રીન લગાવાયા છે. જેમાં ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગનું જીવંત પ્રસારણ કરાશે. તો શહેરની યુનિવર્સિટી, કોલેજોમાં પણ ચંદ્રયાન 3ના લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરવામાંની સૂચનાઓ UGC દ્વારા આપવામાં આવી છે.