સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 19 ફેબ્રુઆરી 2024 (13:00 IST)

પાલનપુર માર્કેટયાર્ડમાં અચાનક ભીષણ આગ લાગી, ત્રણેક દુકાનો બળીને ખાખ

palanpur news
palanpur news


- પાલનપુર માર્કેટયાર્ડમાં આગ લાગવાથી 10 જેટલી દુકાનો આગની લપેટ
- નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે
- યાર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
 
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આગની ઘટના પ્રકાશમાં આવી છે. પાલનપુર માર્કેટ યાર્ડમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગને કારણે ત્રણેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.



પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર માર્કેટયાર્ડમાં આગ લાગવાથી 10 જેટલી દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. જેમાં ત્રણેક દુકાનો બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. માર્કેટ યાર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આગની ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને આગને કાબુમાં લીધી હતી. નવા માર્કેટયાર્ડમાં લાગેલી આગના ધુમાડાના ગોટા દુર દુર સુધી જોવા મળ્યા હતા. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયર વિભાગે લગાવ્યું છે. આ આગમાં જે ત્રણ દુકાનો બળીને ખાખ થઇ ગઇ એમાં લાખોનું અનાજ બળીને ખાખ થઇ ગયું હોવાનું જાણવા મળ્યું છે.