ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 1 ઑક્ટોબર 2023 (17:10 IST)

સુરત- દરિયામાં ડૂબેલો બાળક 36 કલાકે જીવતો નીકળ્યો

drowned
સુરત: દરિયામાં ગણેશજીએ બચાવ્યો બાળક જીવ- ડુમ્મસના દરિયા કિનારે ન્હાવા પડતા પૂનમની ભરતીના ઘસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. આ 14 વર્ષના છોકરાનું નામ લખન છે. તે તેની દાદી સવિતાબેન, ભાઈ કરણ (11) અને બહેન અંજલી (10) સાથે શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસ સુરતના ડુમસ બીચ પર ફરવા ગયો હતો. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. 
 
જ્યાં શુક્વારે દરિયામાં ગરક થઇ જનાર 14 વર્ષના કિશોરે 36 કલાક સુધી અફાટ દરિયા સામે ઝઝૂમી પોતાનો જીવ બચાવ્યો છે. સુરતના દરિયામાં ડૂબેલો કિશોર નવસારીથી સુરક્ષિત મળી આવ્યો છે. 
 
14 વર્ષનો લખન દરિયાના ઉંડા પાણીમાં ગરક થયો હતો. જોકે, લખન ડરવાને બદલે દરિયા સામે બાથ ભીડી પાણીમાં તરતો રહ્યો. દરિયામાં લાકડાની પાટ મળતાં તે પાટ પર બેસી ગયો હતો. સુરતમાં ડૂબેલો લખન સતત 36 કલાક સુધી દરિયામાં પાણી અને ભોજન વિના તરતો રહ્યો હતો.