મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 મે 2023 (12:56 IST)

રાજકોટ શહેરમાં 1-2 જૂને ‘બાબા બાગેશ્વર’નો દરબાર ભરાશે

રાજકોટ સૌરાષ્ટ્ર-કચ્છના કટ્ટર હિન્દુ હનુમંત ભકત્તો માટે સદાકાળ યાદગાર એવો અવસર જૂન મહિનાનાં પ્રથમ બે દિવસે રાજકોટમાં યોજાવા જઇ રહયો છે. ભારતને 'હિન્દુ રાષ્ટ્ર'' જાહેર કરાવવાનાં સંકલ્પી અને બાગેશ્વર ધામ સ્થિત હનુમાનજીની અસીમ કૃપાથી સાધારણ લોકોની વિકટત્તમ સમસ્યા અલૌકિક રીતે જાણી તેનો લેખિતમાં ઉકેલ આપી અતિ મશહૂર થયેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટનાં રેસકોર્સ ખાતે 1 અને 2 જૂન દરમિયાન દિવ્ય-દરબાર ભરાશે. કાર્યક્રમને આખરી ઓપ આપવા વિવિધ 30 જેટલી કિંમટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેર હંમેશાથી આસ્થા અને આધ્યાત્મ મામલે અગ્રેસર રહયું છે. સૌરાષ્ટ્રની ધરા સંતો મહંતોની ગણાય છે. ધામધૂમથી તહેવારો ઉજવવા અને હિન્દુ સંસ્કૃતિનો સંચય કરવો તે રાજકોટની તાસીર રહી છે. આવી રાજકોટની પાવન ધરતી ઉપર રેસકોર્સ મેદાનમાં તા. 1 જૂન અને 2 જૂને વિશ્વ પ્રસિધ્ધ બાગેશ્વરધામ બાલાજી હનુમાનના આસ્થાના કેન્દ્ર અને બાગેશ્વરધામ એમપી પિઠાધિપતિ પંડિત ધિરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી રાજકોટ સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અર્થે આવી રહ્યા છે. ‘બાબા બાગેશ્વર’જીનાં લોદરબારોમાં લાખોની સંખ્યામાં ભકતો ઉમટી પડે છે. ત્યારે રાજકોટમાં પણ લાખો લોકો ઉમટી પડશે તેવી ધારણાએ હાલ જોરશોરથી તૈયારી કરવામાં આવી રહી છે.