શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified બુધવાર, 24 નવેમ્બર 2021 (23:50 IST)

વડોદરા ગેંગરેપનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ - 'યુવતી પર રેપ થયો, હાથ-પગ અને સાથળના ભાગે ઇજાના નિશાનો

નવસારીની યુવતી સાથે દુષ્કર્મ બાદ આપઘાત કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. વડોદરા રેલવે એસ.પી પરીક્ષિતા રાઠોડે કહ્યું કે પીડિતાના હાથ-પગે ઈજાના નિશાન છે, જેથી કહી શકાય કે યુવતી સાથે દુષ્કર્મ થયું હતું. આજે રેલવે SP પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, 'યુવતી પર રેપ થયો છે અને તેના હાથ-પગ અને સાથળના ભાગે ઇજાના નિશાનો જોવા મળ્યા છે'.
 
વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત ક્વિન D12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં નવસારીની યુવતીની લાશ મળી આવી હતી. એ મામલે રોજનીશી ડાયરીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે GRPની ટીમ સહિત અન્ય અનેક એજન્સીએ આગળની તપાસ હાથ ધરી છે.