સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 ઑક્ટોબર 2023 (13:48 IST)

પાટણ પોલીસની ગાડી અચાનક ડિવાઈડર સાથે અથડાતા પલટી મારી ગઈ, ચાર લોકોને સામાન્ય ઈજા

patan police van
patan police van
આજે સવારે પાટણ પોલીસની ગાડીને અકસ્માત નડ્યો છે. પાટણ શિહોરી હાઈવે પરથી પસાર થઈ રહેલી પોલીસની ગાડી અચાનક ડિવાઈડર સાથે અથડાતા પલટી મારી ગઈ હતી. ગાડીમાં સવાર ત્રણ પોલીસ કર્મી સહિત એક રાહદારીને ઈજાઓ પહોંચી છે.

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થતાં તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શિહોરી હાઈવે પરથી સરસ્વતી પોલીસ સ્ટેશન જતી પોલીસની ગાડી મારતવાડી નજીક આજે અચાનક ડિવાઈડરની ગ્રીલ સાથે અથડાઈ હતી. ત્યાર બાદ ગાડી પલટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન હાઈવે પરથી પસાર થતાં અન્ય વાહનો પર સ્ટ્રીટ લાઈટનો થાંભલો પડતાં પડતાં રહી ગયો હતો. પોલીસની ગાડીમાં સવાર કર્મચારીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પરંતુ ત્યાંથી પસાર થતા એક રાહદારી યુવકને પણ ઈજા પહોંચી હતી. આ અકસ્માત થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયાં હતાં. આ અકસ્માતની ઘટના કેવી રીતે બની તેની સંપૂર્ણ પોલીસ તપાસ થશે. ગાડી ડિવાઇડર સાથે અથડાઇ ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવકને અડફેટે લેતા તેને ઈજા પહોંચી હતી. આ યુવકને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે ગાડીમાં સવાર ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં.