Last Modified રવિવાર, 19 જૂન 2022 (13:42 IST)
ગુજરાતના આકાશમાં દેખાઈ ચાલતી ટ્રેન આ કી મજાક નથી પણ સત્ય છે ગુજરાતના જૂનાગઢ અને આસપાસથી સમાચાર આવી રહ્યા છે કે અહીં આકાશમાં ટ્રેન જેવી ચાલતી લાઈટ જોવાઈ છે. શનિવારે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ જૂનાગઢ અને આસપાસના વિસ્તારમા આકાશમાં ટ્રેનના ચાર ડિબ્બા જેટલી લંબાઈમાં એક લાઈનમાં લાઈટ દેખાઈ હતી. આ ઘટનાથી કુતુહલ સર્જાયો છે.
ગુજરાતમાં અમરેલી, ગીર સોમનાથ, માંગરોળ, જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા, જૂનાગઢ, કેશોદના આકાશમાં અદભુત નજારો જોવા મળ્યો હતો. ટ્રેનની જેમ એક સાથે અસંખ્ય ચળકતી લાઇટો જોવા મળતા કૂતુહલ સર્જાયું છે.