વિશ્વનુ પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસિન, આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિન્હ અંકિત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ બપોરે લગભગ 3:30 કલાકે જામનગર ખાતે WHO વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્ર (GCTM)નો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદકુમાર જુગનાથ, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસસ પણ ઉપસ્થિત રહેશે. GCTM દુનિયામાં પ્રથમ અને એકમાત્ર એવું કેન્દ્ર બનશે જે સમગ્ર વિશ્વમાં પારંપરિક દવાઓ પર કામ કરતું હોય. વૈશ્વિક સુખાકારી માટે આંતરરાષ્ટ્રીય હબ તરીકે તે ઉભરી આવશે.
GCTM ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)ના આ નવા પ્રકલ્પના નિર્માણ થકી પરંપરાગત ચિકિત્સા સંદર્ભે વિશ્વના તમામ ક્ષેત્રોને જોડવામાં આવશે અને જેનો લાભ ભારત સહિત સમગ્ર વિશ્વને મળશે. તેમજ જામનગર જિલ્લો આ ક્ષેત્રમાં કેન્દ્ર સ્થાન તરીકે ઉભરી આવશે. આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં સંશોધન અને શિક્ષણ, માહિતી અને પૃથ્થકરણ, સ્થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે. તે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને ઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો માટે નક્કર આધાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને વિશ્વભરના દેશોને તેમની આરોગ્ય પ્રણાલીમાં યોગ્ય રીતે સંકલિત કરવામાં મદદ કરશે.
ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરથી શું ફાયદો થશે?
આ GCTMનું સેન્ટર જામનગરના ગોરધનપરમાં બનવાથી ઘણા ફાયદાઓ થશે. તેમજ ઘણી ઉપયોગી થશે. આ સેન્ટર બનવાથી જૂની આરોગ્ય ચીકિત્સાકીય રોવરને અને વૈજ્ઞાનિક પદ્ધતિની પુનઃ સ્થાપિત કરાશે. જેથી લોકોને વધુમાં વધુ ફાયદો થશે અને વિશ્વભરને વધુમાં વધુ ઉપયોગી થશે. દુનિયાભરની વિવિધ પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓનો લાભ દુનિયાભરની દરેક વ્યક્તિને મળી શકશે. પરંપરાગત દવાઓની ગુણવતા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંબંધ ખાત્રી થશે. ઉપરાંત ડેટા એકત્ર કરવાના
વિશ્લેષણો અને અસરનુ મુલ્યાંકન કરવા માટે સબંધિત તકનીકી ક્ષેત્રો, સાધનો માટે ઉપયોગી થશે. આ સેન્ટર વિશિષ્ટ ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવામાં પણ ઉપયોગી પુરવાર થશે.
જામનગર પાસેના ગોરધનપર ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વના સૌ પ્રથમ નિર્માણાધીન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન (GCTM)નો શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે W.H.O.ના ડાયરેકટર જનરલ ટેડ્રોસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. કેન્દ્ર સરકાર અને WHOના સહયોગથી આ કેન્દ્ર ચલાવવામાં આવશે. ગોરધનપર ખાતે 35 એકર જમીનમાં 250 મિલિયન ડોલરના ખર્ચે આ સેન્ટર ઉભુ કરવામં આવશે.