બુધવાર, 12 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 2 સપ્ટેમ્બર 2025 (20:08 IST)

શકરી તળાવમાં ચાર યુવકો ડૂબ્યા, 2 ના મૃતદેહ મળ્યા, 1 ની શોઘખોળ ચાલુ, 1 ને બચાવ્યો

Three children drowned
અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક કરુણ ઘટના બની છે, જ્યાં શકરી તળાવમાં નાહવા ગયેલા ત્રણથી ચાર યુવકો ડૂબી ગયા હોવાના અહેવાલ છે. આ ઘટના બનતા જ સ્થાનિકોમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.
 
અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ (AFES) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને સાંજે 5.45 વાગ્યાની આસપાસ એક દુર્ઘટનાનો ફોન આવ્યો હતો. બોટથી સજ્જ બે બચાવ વાહનો તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ત્રણથી ચાર યુવકો તળાવમાં ડૂબી ગયા હતા. અત્યાર સુધીમાં બે મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય યુવકોની શોધખોળ હજુ ચાલી રહી છે. 
 
સુધી ખાતરી કરી નથી કે યુવકો તળાવમાં કેવી રીતે પ્રવેશ્યા. પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર ફાયર વિભાગની બે ટીમ દ્વારા બે છોકરાના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 18 વર્ષનો પપ્પુ ચાવડા અને 21 વર્ષીય વિશાલ કિશોર ચાવડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક છોકરાનો બચાવી લેવામાં આવ્યો છે. જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 1 છોકરાની શોધખોળ ચાલી રહી છે.