શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 જૂન 2019 (21:06 IST)

અમદાવાદમાં ભેદી બ્લાસ્ટ, 2ના મોત, અલગ અલગ એજન્સીઓની મદદ લઇને તપાસ શરૂ

અમદાવાદમાં ફરી એક વખત ભેદી બ્લાસ્ટ થયો છે. શહેર ના ઈસનપુર વિસ્તાર માં આવેલા સહયોગ એસ્ટેટ મા આજે મજૂરો કાટમાળ હટવાનું કામ કરતા હતા તે દરમિયાન બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં બે મજૂરો ના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા.
 
શહેર ના ઈસનપુર વિસ્તારમાં આજે ભેદી બ્લાસ્ટ થતાં હાહાકાર મચી જવા પામ્યો છે. ઇસનપુરના સહયોગ એસ્ટેટમાં એક કેમિકલના ગોડાઉનની નજીક કાટમાળ દૂર કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મજૂરો દ્વારા કાટમાળ પર ત્રિકમ મારતા જ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં આશિષ પારઘી અને કાળુભાઇ ડામોરનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
 
સમગ્ર ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ અધિકારી ઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. જોકે અનેક પ્રકારે તપાસ કર્યા બાદ પણ બ્લાસ્ટ થવાનું કોઈ કારણ જાણી શકાયું ન હતું. જોકે પ્રાથમિક ધોરણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેમિકલ લાઇન પર ત્રિકમ વાગતાં બ્લાસ્ટ થયો હોઇ શકે. જેથી પોલીસ એ એસ ઓ જી. ક્રાઇમ બ્રનાચ. એફ એસ એલ. ડોગ સ્કોડ તેમજ બી ડી ડી એસ ની મદદ લઇ ને વધુ તપાસ હાથ ધરી છે.
 
બ્લાસ્ટ એટલું પ્રચંડ હતો કે એક કિલો મીટર સુધી તેના અવાજ સંભળાયો હતો..એટલું જ નહિ આસપાસ ની દુકાનો મા પણ નુકસાન થયું હતું .જોકે નવાઈની વાત તો એ છે કે અહી બે મહિના પેહલા પણ બ્લાસ્ટ થયો હતો..એમ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો પરંતુ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી ન હતી. જો કે આ ધટનામાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી.
 
હાલ પોલીસે અલગ અલગ એજન્સીઓની મદદ લઇને વધુ તપાસ શરૂ કરી છે. જો કે તપાસ ના અંતે જ બ્લાસ્ટ થવાનું સાચું કારણ બહાર આવી શકશે..