શુક્રવાર, 28 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 જૂન 2022 (11:39 IST)

નડિયાદના બે સેવાભાવી ભાઈઓ નિરાધાર લોકોને ઘેરબેઠાં મફતમાં ટિફિન આપે છે

Two service-minded brothers from Nadiad give free tiffins to homeless people
નડિયાદથી થોડે દૂર આવેલા વસોમાં રહેતા અને સેવાનુ ધ્યેય માની સેવાના રસ્તે ચાલેલા સ્વ.મનુભાઈ જગજીવનદાસ પંચાલના પુત્ર રાકેશ અને મિતેશ બન્ને પિતાએ બતાવેલા રસ્તા પર ચાલી સેવામાં ધૂણી ધખાવી રહ્યા છે. 'વિસામો સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ' વસો ખાતે ઊભુ કરી વસો અને આસપાસના વિસ્તારોમાં નિ:સહાય વૃદ્ધો માટે દીકરાની ગરજ સારે છે.‌ આ સેવાનો તાંતણ હવે નડિયાદ સુધી લંબાયો છે. આ સંસ્થા દ્વારા મધ્યમ વર્ગને ફક્ત 50 રૂપિયામા ભર પેટ થાળી પીરસી રહી છે. જેનો લાભ નડિયાદ સહિત જિલ્લા વાસીઓ અને યુવા લોકો લઈ રહ્યા છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ એ છે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સેવાની સાથે સાથે રોજગારી લોકો મેળવી શકે.વિસામો સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટની જો વાત કરવામાં આવે તો આ સંસ્થા દ્વારા નિઃશુલ્ક ચાલતી વિસામો ટિફિનસેવાની સાથે સાથે વિવિધ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે. જેમાંની એક આમ જનતાને ધ્યાનમાં રાખીને સુહાસિની ખાસ મધ્યમવર્ગને પરવડે આ સેવા અનેક લોકોને ઉપયોગી સાબિત થઈ રહી છે. સુહાસિની સેવા હેઠળ વસો સહિત નડિયાદ શહેરમાં વિવિધ ઠેકાણે પીકઅપ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યાં છે.

જેમાં માત્ર 50 રૂપિયામાં બપોર અને સાંજે ગુજરાતી થાળી આપવામાં આવી રહી છે.સુહાસિની સેવા હેઠળ 22 લોકોને રોજગારી મળી રહી છે. વિસામો સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટનો હેતુ સેવાની સાથે સાથે રોજગારીની તકો ઉભી કરવાનો છે. આવનારા દિવસોમાં વિસામો સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આમ જનતાની જરૂરીયાતને સમજીને નવી સેવાઓમાં વધારો થનાર છે. ગ્રામિણ વિસ્તારો અને નાના શહરોને ધ્યાને રાખીને આ ટ્રસ્ટ તરફથી ચાલતી સેવાઓમાં અંતિમ સંસ્કાર કીટ સેવા, આધાર સેવા, ઓક્સિજન સેવા, વસ્ત્ર સેવા, વિસામો ટીફીન સેવા અને સુહાસિની સેવા હાલ ચાલુ છે.