ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 ફેબ્રુઆરી 2021 (20:27 IST)

3 દિવસ પત્ની, 3 દિવસ ગર્લફ્રેંડ સાથે રહેવાનો થયો હતો કરાર, હવે પતિ થઈ ગયો ફરાર

પ્રેમમાં માણસને આંધળો જ નહી પણ ક્યારેય ક્યારેક નાસમજ પણ બનાવી દે છે. આવો જ એક  મામલો ઝારખંડનો છે. આ મામલો એટલો અનોખો છે કે જેના વિશે વાંચીને તમને સાજન ચલે સસુરાલ અને અનિલ કપૂરની ફિલ્મ ઘરવાલી બહારવાલી ફિલ્મ પણ યાદ આવી જશે. વાત એમ છે કે રઆંચીના કોકર તિરિલ રોડ રહેવાશી રાજેશ મહતોને પરણેલા હોવા છતા એક યુવતીને કુંવારા બતાવીને તેની સાથે પ્રેમ કર્યો અને લગ્ન પણ કરી લીધા.   જ્યારે પત્નીને આ વાતની જાણ થઈ તો મામલો પોલીસ સુધી પહોંચી ગયો. જ્યારબાદ બંને પત્નીઓ વચ્ચે સમજૂતી થઈ, જેના મુજબ પતિ 3 દિવસ પત્ની અને 3 દિવસ પ્રેમિકા સાથે રહેશે. બાકીનો બચેલ એક દિવસ તે તે પોતાની મરજી મુજબ જીવશે. 
 
પોલીસે કરાવી હતી સમજૂતી 
 
મીડિયા રિપોર્ટ મુજબ પહેલાથી પરણેલ રાજેશે એક યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે બીજા લગ્ન કર્યા હતા. આ મામલો 15 જન્યુઆરીએ સદર પોલીસ સ્ટેશન પહોચ્યા. એ સમયે પોલીસે સમજૂતી કરાવીને એ વ્યક્તિને 3-3 દિવસ પત્ની અમે પ્રેમિકાની સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. પણ આ ડીલ થોડાક જ દિવસમાં તૂટી ગઈ. 
 
જ્યારે પોલીસ પહોચી ધરપકડ કરવા 
 
સમજૂતી તૂટ્યા પછી ગર્લફ્રેંડે વ્યક્તિ વિરુદ્ધ લગ્નની લાલચ આપીને યૌન શોષણ કરવાનો મામલો નોંધાવ્યો. હવે આ મામલામાં કોર્ટ તરફથી રાજેશ વિરુદ્ધ ધરપકડનુ વોરંટ રજુ કરવામાં આવ્યુ છે.  એક બાજુ પોલીસ આરોપીની ધરપકડનો પ્રયાસ કરી રહી છે એવુ બતાવાય રહ્યુ છે કે જ્યારે પોલીસ વ્યક્તિની ધરપકડ કરવા પહોચી તો તેની પહેલી પત્નીએ તેને નાસી જવામાં મદદ કરી. 
 
શુ છે મામલો 
 
રિપોર્ટ્સ મુજબ, રાજેશ પોતાની પતની અને બાળકને છોડીને ગર્લફ્રેંડ સાથે ફરાર થઈ ગયો હતો. જેની ફરિયાદ પતનીએ પોલીસમાં કરી હતી. બીજી બાજુ યુવતીના પરિવારના લોકોએ પણ રાજેશ પર તેમની પુત્રીનુ અપહરણ કરવાનો કેસ નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે રાજેશ અને પ્રેમિકાને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. પોલીસ સ્ટેશનમાં પત્ની અને પ્રેમિકા વચ્ચે ઝગડો શરૂ થયો તો પોલીસે રાજેશને બે ભાગમાં વહેંચી ઝગડો શાંત  કરાવ્યો હતો.  ઉલ્લેખનીય છે કે આ સમજૂતી લેખિત રૂપે થઈ હતી, જેની કોપી બંને પાસે છે.