વડોદરામાં 14 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબકતાં પરિસ્થિતિ ગંભીર, કલેક્ટરે આર્મી બોલાવી

rain today
Last Updated: ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (07:38 IST)
વડોદરામાં ખાબકતાં
પરિસ્થિતિ ગંભીર થઈ.
શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઈ જવાના કારણે તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ છે. વડોદરા શહેરમાં બુધવારે વિજળીના કડાકા – ભડાકા સાથે 15 કલાકમાં જ 18 ઈંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતાં વડોદરાની પરિસ્થિતિ ગંભીર બની હતી. વિવિધ સ્થળે ૪૨થી વધુ વૃક્ષો ધરાશાયી સર્જાયા હતાં. જેમાં ઝાડ નીચે ચાર જણા દબાઈ ગયા હતા. પિૃમ વિસ્તારને જોડતા ચારેય ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતાં. ઠેરઠેર પાણી ભરાતા બબ્બે કલાક સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. લોકો ઘરે અથવા નોકરી- ધંધાના સ્થળે જ રોકાઈ રહ્યાં હતાં. એટલુ જ નહીં, સાંજ પછી પણ ધોધમાર વરસાદ ચાલુ જ રહ્યો હતો. જેથી હાલની પરિસ્થિતિ જોેતા વડોદરામાં પરિસ્થિતિ ગંભીર બની છે.
rupani
મંગળવારે દિવસ દરમિયાન અમી છાંટણા વરસ્યા પછી રાતથી જ ઝરમરીયો વરસાદ શરૂ થઈ ગયો હતો. જે બુધવારના બપોર સુધી ચાલુ રહ્યો હતો અને એ પછી બપોેરે 2 કલાકથી તો વીજળીના કડાકા- ભડાકા સાથે અતિ ભારે વરસાદ ખાબક્યો હતો. જે એક જ ધારે મોડી સાંજ સુધી વરસતો રહ્યો હતો.
rain today

વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતાં વડોદરામાં ગંભીર પરિસ્થિતિનુ સર્જન થયું હતું. અતિ ભારે વરસાદને કારણે શહેરમાં 42સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા હતાં. તેમજ અનેક હોર્ડિગ્સ- બેનર્સ પડયાં હતાં. જ્યારે રેસકોેર્ષ ચકલી સર્કલ પાસે ઝાડ પડતાં બે જણા દબાઈ ગયા હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યોે હતો.
rain vadodara
બારેમેઘ ખાંગા થતાં શહેરમાં જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી ભરાઈ ગયા હતાં.જેમાં પશ્ચિમ વિસ્તારને જોડતા ચારેય રેલવે ગરનાળામાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. તેમજ શહેરના મુખ્યમાર્ગો પર આવેલા વિવિઝ વિસ્તારોના બ્રીજ નીચે પણ ત્રણથી ચાર ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતોે અને બ્રીજ પર વાહનોની લાઈનો પડી હતી. બબ્બે કલાક સુધી બ્રીજ પર ટ્રાફિકજામ થયો હતા અને અસંખ્ય લોકો અટવાઈ ગયા હતાં.
rain today
અતિ ભારે વરસાદને કારણે જ્યાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓે ગાયબ થઈ ગયા હતાં. જેના કારણે દુકાનો અને ઓફિસોના શટરો ટપોટપ પડવા લાગ્યા હતાં. એટલુ જ નહીં, લારી-ગલ્લાઓ પણ બંધ કરી દેવાની નોબત આવી હતી. એટલુ નહીં, મંગળબજાર, રાવપુરા રોડ, રાજીવ ટાવર રોડ, સયાજીગંજ, એમ.જી.રોડ સહિતના કેટલાક વિસ્તારોમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતાં. તેમજ કેટલાક વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતાં. સવારના ૬ કલાકથી રાતના ૯ કલાક સુધીમાં શહેરમાં ૧૮ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને એ પછી પણ ધોધમાર વરસાદ ચાલુ જ રહેતા વડોદરા શહેરમાં પરિસ્થિતિ ગંભીર બની હતી અને લોકોની હાલત કફોડી બની હતી.
rain today
ગુજરાત સરકારે સ્થાનિક વહીવટને વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડવા સૂચના આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે સાંજે વડોદરાની પરિસ્થિતિની સમીક્ષા માટે બેઠક બોલાવી હતી. તેમણે લોકોને બચાવ કામગીરી દરમિયાન સ્થાનિક અધિકારીઓ સાથે સહયોગ આપવા વિનંતી કરી. કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે, વહીવટીતંત્રે 24-કલાક સક્રિય ઇમર્જન્સી કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. આ માટે હેલ્પલાઈન નંબર 1800-233 0265, 0265-2423101 અને 0265-2426101 જારી કરવામાં આવી છે. આ નંબરોને call કરીને મદદ માટે બોલાવી શકાય છે.
rain todayઆ પણ વાંચો :