મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 જાન્યુઆરી 2019 (11:01 IST)

Vadodara- કલરફુલ કેપ, માસ્ક સાથે જાત જાતના વાજા ઉતરાયણમાં ધાબા પર દેખાશે

ઉતરાયણ પહેલા વડોદરાના બજારમાં પતંગ દોરી સાથે સાથે એસેસરીઝના વેચાણમાં પણ ખાસ્સી ભીડ દેખાઈ રહી છે. ખાણી પીણી અને પતંગ ચગાવવા સાથે કલરફુલ ઉતરાયણ માટે સજ્જ થઈ રહ્યાં છે. ઉતારયણ દરમિયાન પતંગ ચગાવવા સાથે મજા કરવા માટે  વિવિધ પ્રકારની એસેસરીઝની ખરીદી કરી રહ્યાં છે. જેના કારણે આ ઉતરાયણમાં કલરફુલ કેપ, માસ્ક, વિવિધ પ્રકારના ગોગગ્લ, સાથે વાજા અને પીપીડીથી વાતારવણ ગજાવવા માટે વડોદરાવાસી  તૈયાર થઈ રહ્યાં છે.
પતંગ સાથે જાતજાતની એસેસરીઝ ખરીદતા હોવાથી એસેસરીઝ બજારમાં તેજીનો માહોલ દેખાઈ રહ્યો છે. પહેલાં લોકો માત્ર પતંગ ચગાવીને ઉતારયણની ઉજવણી કરતાં હતા પણ સમય જતાં વડોદરાની ઉતરાયણની ઉજવણીના રંગઢગ પણ બદલાયા છે. તડકાથી બચવા માટે પહેલાં સાદી ટોપી અને ગોગલ્સ પહેરતાં હતા.

પરંતુ હવે ફુલ એન્જોય સાથે ઉતરાયણ ઉજવતા હોવાથી વિવિધ પ્રકારની એસેસરીઝનો ઉપયોગ પણ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. જેના કારણે ઉતરાયણ પહેલાં વડોદરા રોડથી માંડીને મોલ સુધી ઉતરાયણની એસેસરીઝનું વેચાણ થઈ રહ્યું છે. જેમાં કલરફુલ વિવિધ આકારની ટોપીઓ, સાથે ફેન્સી ગોગલ્સ, જાત જાતના અવાજ નિકળે તેવા વાજા-પીપુડીનું ધુમ વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત આ છેલ્લા કેટલાક વર્ષથી હોરર તથા વિવિધ પ્રકારના માસ્કનું પણ વેચાણ થઈ રહ્યું છે. પતંગની સાથેની એસેસરીઝનું ધુમ વેચાણ થતાં આ વર્ષે વડોદરાની અનેક અગાશીઓ ફરી કલરફુલ જોવા મળશે.