શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 27 મે 2021 (16:51 IST)

હવે ટ્રાફિકમાંથી મુક્તિ મળશેઃ અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પર 28 કરોડના ખર્ચે તૈયાર થયેલો ફ્લાય ઓવર ટુંક સમયમાં ખુલ્લો મુકાશે

હાઈવે પર 28 કરોડના ખર્ચે નિર્મિત વૈષ્ણોદેવી સર્કલ પરના ફલાય ઓવરનું કામ પૂર્ણ થયુ છે. જે ટુંક સમયમાં નાગરિકો માટે ખૂલ્લો મૂકાશે જેના પરિણામે આ રોડ પરથી પસાર થનારા દૈનિક એક લાખથી વધુ વાહન ચાલકોને સમય અને ઈંધણની બચત સાથે સુરક્ષિત મુસાફરી મળશે અને ટ્રાફિકના પ્રશ્નો હલ થશે.  આજે ગાંધીનગર સરખેજ હાઈવે પર વેશ્નોદેવી સર્કલના ફલાય ઓવર અને ખોડિયાર ઓવરબ્રીજના કામોનુ સ્થળ નીરીક્ષણ કરી સમીક્ષા કર્યા બાદ મિડીયાને માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, ઔડાના સહયોગથી રીંગ રોડ નીચે પણ છ માર્ગીય અંડરપાસ બનાવવાનુ કામ માર્ગ મકાન વિભાગ દ્વારા શરૂ કરી દેવાયુ છે. જે પૂર્ણ થતા ગુજરાતમા ફલાય ઓવર,અંડરપાસ અને સર્વિસ રોડ સાથેનુ વિશિષ્ટ નજરાણુ મળશે અને આ કામો પૂર્ણ થતા દૈનિક અઢી લાખ વાહનો પસાર થાય છે એમને પણ ટ્રાફિકની સમસ્યાઓ દૂર થશે 
જે આગામી ટૂક સમયમાં નાગરિકો માટે ખૂલ્લો મૂકાશે જેના પરિણામે દૈનિક એક લાખથી વધુ વાહનો અહીથી પસાર થાય છે તે તમામ નાગરિકોના સમય અને ઈંધણની બચત સાથે સુરક્ષિત મુસાફરી મળશે અને ટ્રાફિકના પ્રશ્નો હલ થશે. 
આજે ગાંધીનગર સરખેજ હાઈવે પર વેશ્નોદેવી સર્કલના ફલાય ઓવર અને ખોડિયાર ઓવરબ્રીજના કામોનુ સ્થળ નીરીક્ષણ કરી સમીક્ષા કર્યા બાદ મિડીયાને માહિતી આપતા નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ઔડા ના સહયોગથી રીંગ રોડ નીચે પણ છ માર્ગીય અંડરપાસ બનાવવાનુ કામ માર્ગ મકાન વિભાગ દ્વારા શરૂ કરી દેવાયુ છે જે પૂર્ણ થતા ગુજરાતમા ફલાય ઓવર,અંડરપાસ અને સર્વિસરોડ સાથેનુ વિશિષ્ટ નજરાણુ મળશે અને આ કામો પૂર્ણ થતા દૈનિક અઢી લાખ વાહનો પસાર થાય છે એમને પણ ટ્રાફિકની સમસ્યાઓ દૂર થશે. 
આ રસ્તો એરપોર્ટથી સરદારધામ થઈ સૌરાષ્ટ્રને જોડશે જેના પરિણામે સૌરાષ્ટ્ર તરફ જતા નાગરિકોને સરળતા રહેશે. ખોડિયાર કન્ટેનર પાસેના ઓવરબ્રીજનુ કામ પણ પૂર્ણ થયુ છે જે સત્વરે ખુલ્લો મૂકાશે. જેના પરિણામે પણ નાગરિકોની અવર જવરની સુવિધામાં વધારો થશે.  તેમણે ઉમેર્યુ કે,અગાઉ પણ ગાધીનગર સરખેજ હાઈવે પર પકવાન ચાર રસ્તા તથા સાણંદ સર્કલ પરના ફલાય ઓવરને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે નાગરિકો માટે ખુલ્લો મૂકી દેવાયો છે. તથા ઉવારસદ જંકશન પરનો ઓવરબ્રીજ પણ નાગરિકો માટે ખુલ્લો મૂકી દેવાયો છે.
તેમણે ઉમેર્યુ કે,અગાઉ પણ ગાધીનગર સરખેજ હાઈવે પર પકવાન ચાર રસ્તા તથા સાણંદ સર્કલ પરના ફલાય ઓવરને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે નાગરિકો માટે ખુલ્લો મૂકી દેવાયો છે. તથા ઉવારસદ જંકશન પરનો ઓવરબ્રીજ પણ નાગરિકો માટે ખુલ્લો મૂકી દેવાયો છે.તેમણે માર્ગ મકાન વિભાગ દ્વારા નીશ્રિત સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. 
 
આ મુલાકાત વેળાએ માર્ગ મકાન વિભાગના સચિવ શ્રી સંદિપ વસાવા સહિત માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.