શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ભુજ: , સોમવાર, 17 જૂન 2019 (12:35 IST)

વાયુ રિટર્ન: આજે ગુજરાતના દરિયાકાંઠ ટકરાશે, તંત્રએ જાહેર કર્યુ એલર્ટ

વાયુ વાવાઝોડું આજે સાંજે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ટકરાશે. સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી નબળું પડી વાયુ વાવાઝોડું ફરી એકવાર ગુજરાત તરફ આવી રહ્યું છે. જેને લઇને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કંરટ જોવા મળી રહ્યો છે. ત્યારે વાયુની અસરના કારણે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને કારણે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા જણાવવામાં આવ્યું છે.
 
પ્રાપ્ત માહિત અનુસાર, સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાંથી ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા આજે મોડી સાંજે વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારને ટકરાશે. અત્યારે વાવઝોડું દ્વારકાથી દક્ષિણ પશ્ચિમમાં 440 કિલોમીટર દૂર છે. જ્યારે ભુજથી દક્ષિણ પશ્ચિમમાં 550 કિલોમીટર દૂર છે. ત્યારે હાલ ગુજરાતના કાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.  ભચાઉના ગામડા, માંડવી, અંજાર અને દૂધઇ સહિત બન્ની વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. કચ્છમાં સંભવત આજે વરસાદી ગતિવિધિ શરૂ થઇ ગઇ છે.
 
 
ભારે પવન સાથે મધ્યમ ક્યાંક તો અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. વરસાદનું પ્રમાણ 3 થી 8 ઇંચ સુધી રહેવાની અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ કચ્છમાં એનડીઆરએફની 3 ટીમ નલિયા, ગાંધીધામ અને માંડવીમાં તૈનાત કરવામાં આવીછે. પવન સાથે ભારે વરસાદની આગાહીને લઇને ભુજ ખાતે એનડીઆરએફની વધુ 2 ટુકડીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સાથે સાથે બીએસએફની 2 ટીમને પણ એલર્ટ પર રખાઇ છે. વરસાદની આગાહીના પગલે તંત્રએ સ્થિતિને પહોંચી વળવા સતર્ક હોવાનો દાવો કર્યો છે.