શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 જાન્યુઆરી 2017 (17:22 IST)

શાહરૂખની રઈસનો ગુજરાતમાં ભારે વિરોધ, પોસ્ટરો સળગાવાયાં

‘રઈસ’ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન શાહરૂખ સાથે લીડ રોલમાં હોવાથી આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. રઈસ ફિલ્મના વિરોધ સાથે પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, દેશ વિરોધી માનસિકતા ધરાવતા શાહરૂખની જાહેરાત વાળી પ્રોડક્ટ પણ ખરીદવાનું બંધ કરી દો. દેશવિરોધી માનસિકતા ધરાવતા તત્વોને પ્રોત્સાહન આપવું દેશ અને આપણા માટે ઘાતક સમાન છે. જો કે વિરોધ વચ્ચે આજે શહેરમાં ફિલ્મ રિલિઝ થઈ ગઈ છે. આ અગાઉ શાહરૂખ ખાન ‘રઈસ’ ફિલ્મના પ્રમોશન માટે ઓગસ્ટ ક્રાંતિમાં મુંબઇથી દિલ્હી સુધીની સફર કરી હતી. જેમાં 23 જાન્યુઆરીના રોજ સુરત રેલ્વે સ્ટેશન પર ઓગસ્ટ ક્રાંતિ આવી પહોંચી ત્યારે વિરોધ નોંધાવવી, શાહરૂખ હાય હાયના નારા લાગ્યા હતા

વલસાડના સિનેપાર્ક સિનેમામાં ફિલ્મ ‘રઈસ’નો હિન્દુ મહાસભા, હિન્દુસેના, ગૌરક્ષા દળ દ્ગારા વિરોધ કરવામાં આવ્યો છે. સિનેમાગૃહ પર લાગેલાં ફિલ્મ ‘રઈસ’નાં પોસ્ટર્સ ફાડવામાં આવ્યાં હતાં. ફિલ્મના વિરોધના પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઉપરાંત વડોદરાના મેયર ભરત ડાંગરે પણ શાહરૂખની ‘રઈસ’ ફિલ્મનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દેશભક્તિના દિવસ પહેલા જ આવી ફિલ્મના રિલીઝથી લોકો શું પ્રેરણા લેશે? તેમણે તેમના ફેસબુક એકાઉન્ટ પર લોકોના જવાબ પણ માંગ્યા હતાં.