1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 નવેમ્બર 2021 (16:41 IST)

વાયબ્રન્ટ સમિટ 2022 ને લાગી શકે છે ઓમિક્રોનનું ગ્રહણ, કોંગ્રેસે રદ કરવાની કરી માંગ

દક્ષિણ આફ્રીકા સહિત અન્ય દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટનો કહેર શરૂ થતાં ગુજરાતમાં જાન્યુઆરીમાં આયોજિત થનાર ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ પર ગ્રહણ લાગવાનો ખતરો ઉત્પન્ન થઇ ગયો છે. ગુજરાત સરકારે પણ આ મામલે ચિંતિત છે અને આગામી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં આગળ વધી શકે છે. તો બીજી તરફ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ કોરોનાના નવા વેરિએન્ટના ખતરાને ધ્યાનમાં રાખતાં વાયબ્રન્ટ સમિટને રદ કરવાની માંગ કરી છે. 
 
ગુજરાતમાં દર વર્ષે આયોજિત થનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2019 માં આયોજિત કરવામાં આવી હતી પરંતુ ત્યારે કોરોનાના કારણે તેને સ્થગિત કરવામાં આવી હતી. આ વર્ષે આગામી 10 જાન્યુઆરીથી કરવાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કર્યા બાદ તેની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી હતી. તેમાં પણ દક્ષિણ આફ્રીકા સહિત વિભિન્ન દેશોના ઉદ્યોગપતિ અને અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 
 
આ પહેલાં ઉદ્યોગ વિભાગના રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે વાઇબ્રેન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રચાર માટે દેશ વિદેશમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમેરિકા, જર્મની, નેધરલેંડ, યૂકે, ફ્રાંસ, જાપાન, દુબઇ, આબૂધાબી તથા મિડલ ઇસ્ટના દેશોમાં વિભિન્ન વિભાગોના સચિવો રોડ શો માટે પહોંચશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8 અને 9 ડિસેમ્બરના રોજ દુબઇ અને આબુધાબીમાં રોડ શોમાં ભાગ લેશે, જ્યારે દેશભરમાં વિભિન્ન 6 રાજ્યો મેટ્રોપોલિટન શહેરોમાં પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 
 
તો બીજી તરફ ગુજરાતમાં વાયબ્રન્ટ સમિત આયોજિત થનાર છે, જેમાં ગુજરાત સરકારે આફ્રીકન દેશોને પહેલાં જ આમંત્રણ મોકલ્યું છે. વાઇબ્રન્ટ સમિટમાં આગામી ડેલિગેટ્સ સહિત સ્ટાફ માટે એરપોર્ટ પર જ ટેસ્ટિંગ સહિતના પ્રોટોકોલ અને સુરક્ષા વ્યવસ્થાનું કડકાઇપૂર્વક અમલ થશે.