શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 એપ્રિલ 2018 (13:26 IST)

ગુજરાત સુજલામ સુફલામ જળ અભિયાન ચલાવશે : સીએમ રૂપાણી

સીએમ  વિજય રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનનું આહવાહન કર્યું છે. તેમણે કહ્યું કે આ અભિયાન રાજ્યના વિકાસ માટે ખુબ જ જરૂરી છે. જલ જ જીવન છે. જળ એ ઈશ્વરનો આપેલ પ્રસાદ છે. ગુજરાત રાજ્ય લોકોના સાથ સહકારથી ગુજરાત સ્થાપના દિવસ 1મેના રોજથી 31મે સુધી સુજલામ સુફલામ જલ અબિયાન ચલાવશે. તેમણે કહ્યું કે આ અભિયાન શરૂ તાય તે પહેલા જ જબરદસ્ત ફિડબેક મળી રહ્યો છે.

સીએમ વિજય રૂપાણીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં પહેલા અપૂરતા વરસાદના કારણે પાણીના સ્તર સતત નીચે ગયા છે. સમગ્ર ભારતમાં વ્યાપક રીતે પાણી બચાવવા પર જોર આપવાની જરૂર છે, પાણીનો કરકસરથી ઉપયોગ કરવો જોઈએ. આ અબિયાન દ્વારા નદીઓને પુન જીવીત કરવાનું અભિયાન છે. પાણીની તંગીને પહોંચી વળવા તળાવો ઉંડા કરવા, જંગલમાં પાણીનો સંગ્રહ કરી શકાય. આ રીતે વ્યાપક રીતે જળ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાનમાં સરકારના તમામ ડિપાર્ટમેન્ટ, સ્થાનિક સંસ્થાઓ, અર્ધ સરકારી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, અને રાજ્યની પ્રજાનો ખુબ સહયોગ જરૂરી છે. પાણી જ વિકાસનો આધાર છે. જેથી ભવિષ્યના ગુજરાત માટે જળ અભિયાનમાં લોકો જોડાય તે માટે અપિલ કરૂ છું.

સરકાર આ અભિયાન હેઠળ 34 નદીઓને પુન જીવીત કરવાનું, સાથે આ યોજનાને મનરેગાને સાથે જોડીને રોજગાર આપવાનું પણ વિચારી રહી છે. રાજ્યના 11 હજાર તળાવ ઉંડા કરવાનું પણ અભિયાન ચલાવશે, આ અભિયાનમાં જે લોકો એક મહિના સુધી માટી ઉપાડશે તેમના સાધનને રોયલ્ટી મુક્ત કરવામાં આવશે. આ સમગ્ર અભિયાન ઝડપથી થાય તે માટે પુરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ અભિયાનમાં કોઈ પણ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે જનતાને વોચ ડોગ બનાવાશે.
ઘણી સંસ્થાઓ આ અભિયાનમાં મદદમાં જોડાશે, પ્રાઈવેટ 400 જેસીબી જોડાશે. ઘણી સંસ્થાઓ મદદ માટે આગળ આવી છે, પાણી ઈશ્વરની પ્રસાદી છે. ભવિષ્યમાં રિસાઈકલિંગ, રિચાર્જિંગ, પાણીના તળ ઉંચા લાવવા, દરિયાના પાણીનો ઉપયોગ કરવો આ પ્રકારનું અભિયાન ચલાવાશે, જેમાં પ્રજા પણ સમય આપશે, કર્મચારીઓ પણ જોડાય, તો આપણે સૌ ભેગા મળી સોનેરૂ ગુજરાત બનાવીએ તે માટે વિનંતી કરૂ છું.