બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 જૂન 2019 (18:07 IST)

વાયુ'નાં કારણે સ્થળાંતરિત થયેલા 2.45 લાખ લોકોને મળશે સહાયઃ વિજય રૂપાણી

અરબી સમુદ્વમાં ઉદ્ભવેલું વાયુ વાવાઝોડું હવે ગુજરાતનાં દરિયાકિનારે નહીં ટકરાય પરંતુ હવે તે દરિયાઇ માર્ગે ઓમાન તરફ ફંટાશે. વાવાઝોડાની દિશા બદલાઇ છે તેમ છતાંય ગુજરાત પર હજુય ખતરો મંડરાયેલો રહ્યો છે . રાજ્યનાં દરિયાકાંઠે આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના લીધે સરકારે આ બાબતની ગંભીરતા લઇને વધુ 48 કલાક સુધી હાઇએલર્ટ યથાવત રાખ્યુ છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૃપાણી વાવાઝોડાની પરિસ્થિતીનુ સ્ટેટ ઇમરજન્સી રિસોપન્સ સેન્ટર પરથી સતત મોનીટરીંગ કરી રહ્યાં છે. તેમણે ઝીરો કેજ્યુલીટી સાથે સમગ્ર તંત્રને જયાં સુધી વાવાઝોડાનો ખતરો ટળે નહી ત્યાં સુધી ખડેપગે રહેવા આદેશ આપ્યો છે.સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે, 'પોણા ત્રણ લાખ વિસ્થાપિત લોકોને સહાય કરવામાં આવશે. લગભગ સાડા પાંચ કરોડ રૂપિયા તેમને કેશ ડોલ સ્વરૂપે ફાળવવામાં આવશે. જેમાં બાળકોને 45, મોટાઓને 60 રૂપિયા, ત્રણ દિવસ પેટે આપવામાં આવશે' સીએમ વિજય રૂપાણી અને ડે.સીએમે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે, 'ગુજરાત પરનો ખતરો પૂર્ણ થયો છે. બપોર પછી ત્યાં પહોંચેલા બધા અધિકારીઓને પરત બોલાવવામાં આવશે. આવતીકાલ સુધીમાં બધા જ તંત્ર રાબેતા મુજબ શરૂ થઇ જશે. ભગવાનનાં આશીર્વાદથી બધું બરાબર છે.'