શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2017 (13:49 IST)

વિકાસ ગાંડો થયો છેનું સુત્ર રાષ્ટ્રીય લેવલે ગાજ્યું, શિવસેના પણ માર્કેટમાં

ગુજરાતનો વિકાસ ગાંડો થયો છે એ સુત્ર રાષ્ટ્રીય લેવલે પહોંચી ગયું છે. ગુજરાતમાં રાહુલ ગાંધીએ વિકાસ ગાંડો થઈ ગયો છેની વાત કર્યા બાદ શિવસેના પણ હવે વિકાસનું ભમી ગયુ હોવાનો રાગ આલાપ્યો છે. સરકારની આર્થિક નીતિ અને મંદીને લઈને સતત સવાલ ઉભા થઈ રહ્યા છે. ભાજપના પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી યશવંત સિન્હાએ પણ સરકાર પર ખરાબ નીતિઓનો આરોપ લગાવ્યો છે. તો હવે ભાજપની ભગીની  શિવસેનાએ પણ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. શિવસેનાએ પોતાના મુખ પત્ર સામનામાં કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. સામનામાં લખવામાં આવ્યું છે, ‘ગુજરાતમાં વિકાસનું શું થયું? આ સવાલ પર ગુજરાતના લોકો કહી રહ્યા છે કે વિકાસ ગાંડો થયો છે. માત્ર ગુજરાત જ શા માટે, સમગ્ર દેશમાં વિકાસ ગાંડો થયો છે. એવી તસવીર ભાજપના મોટા નેતા સામે લાવી રહ્યા છે. શિવસેનાએ સામનામાં લખ્યું છે, રાહુલ ગાંધીએ પણ કહ્યું કે વિકાસને લઈને મોટી મોટી વાતો કરવામાં આવી એટલા માટે વિકાસ ગાંડો થયો છે. અર્થવ્યવસ્થાના મોટા જાણકાર મનમોહન સિંહ અને ચિદંમબરમ જેવા લોકોએ જ્યારે આવું કહેવાનો પ્રયત્ન કર્યો તો તેમને જ ગાંડા ગણાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ હવે ભાજપના જ પૂર્વ નાણાંમંત્રી આમ કહી રહ્યા છે. હવે યશવંત સિન્હાને વિશ્વાસઘાતી અથવા રાષ્ટ્રદ્રોહી જાહેર કરવામાં આવી શકે છે. હાલમાં અનેક મામલે સરકારી યોજનાઓ નિષ્ફળ સાબિત થઈ રહી છે છતાં પણ જાહેરાતોનો ડોઝ આપીને તેને સફળ દર્શાવતા ઢોલ પીટવામાં આવી રહ્યા છે. યશવંત સિન્હા ખોટા છે તો સિદ્ધ કરો કે તેમના આરોપો ખોટા છે. યશવંત સિન્હા કહી રહ્યા છે તે અમે કહ્યું હતું ત્યારે અમને દેશદ્રોહી ગણાવવામાં આવ્યા હતા. હવે યશવંત સિન્હાને દેશદ્રોહી ગણાવવામાં આવે તો નવાઈ નહીં.