રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 18 ડિસેમ્બર 2023 (13:28 IST)

અંત્રોલીથી અમદાવાદ આવતી ST બસ ખીચોખીચ ભરાઈ જતાં ગ્રામજનોએ વિરોધ કર્યો

Villagers protested as the ST bus coming from Antroli to Ahmedabad was overcrowded
Villagers protested as the ST bus coming from Antroli to Ahmedabad was overcrowded
અંત્રોલીથી અમદાવાદ વચ્ચેના રૂટ પર આવતા ગામડાઓના લોકો અને વિદ્યાર્થીઓ આ બસનો ઉપયોગ કરે છે, પરંતુ આ રૂટ પર માત્ર એક જ બસ હોવાથી મુસાફરોને હાલાકી ભાગોવી પડે છે. બીજી બસ શરૂ કરવા અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી દધાલિયા પાસે ગ્રામજનોએ બસને રોકી વિરોધ કર્યો હતો અને તાત્કાલિક આ રૂટ પર બીજી બસ શરૂ કરવા માગ કરી હતી.

અરવલ્લી જિલ્લાના મોડાસાના દધાલિયા પાસે અંત્રોલીથી અમદાવાદ આવતી એસટી બસમાં દરરોજ ઓવરલોડ મુસાફરો ભરતા ગ્રામજનોએ બસ રોકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ બસમાં રોજબરોજ 140થી વધુ મુસાફરો બસમાં સવાર હોવાને લઈ ડેપો મેનેજરને વારંવાર રજૂઆત કરવા છતાંય ધ્યાને લેવામાં ન આવતા મુસાફરોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. RTOના નિયમ વિરુદ્ધ અંત્રોલી-અમદાવાદ બસમાં મુસાફરોને ઠસોઠસ ભરી દેવામાં આવતા મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે. બસચાલકે બસ રોકવાની ઘટનાને લઈ ડેપો મેનેજરને જાણ કરી હતી. સ્કુલ-કોલેજના ટાઇમે વિદ્યાર્થીઓએ બીજી બસ શરૂ કરવા તંત્ર પાસે માગ કરી હતી. બસમાં કેપિસીટીથી ત્રણ ગણા વધુ મુસફરોને ભરવાથી કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની એવા અનેક સવાલો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યાં હતાં.આ અંગે અંતોલીથી અમદાવાદ જતી ST બસના કંડક્ટરે જણાવ્યું હતું કે, મેં સાહેબને રજૂઆત કરેલી છે કે આ બસમાં 140થી 150 જેટલા મુસાફરો અવર-જવર કરે છે. અમે અધિકારીને આ પરિસ્થીતી અંગે જાણ કરી છે અને રીપોર્ટ પણ બતાવ્યો છે. ત્યારે આજે દઘાલીયા ગામે મુસાફરોએ બસમાં બેસવા માટે બસ રોકી છે. આ બસમાં મુસાફરી કરતા લોકો અને વિદ્યાર્થીઓએ પાસ કઢાવેલા છે અને તેમને બસમાં બેસવા મળતું ન હોવાથી તેઓએ આજે બસને રોકી વિરોધ કર્યો છે.