1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Youth Empowerment Developed India 2047

વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષમાં યુવા શક્તિ બની પરિવર્તનની ધરી: વિકસિત ભારત માટે યુવાનો તૈયાર

વિકસિત ભારત યુવા સંવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના 12 વર્ષોએ દેશના યુવાનો માટે નવી તકોના દ્વાર ખોલ્યા છે. શિક્ષણ, રોજગાર, સ્ટાર્ટઅપ અને વૈશ્વિક સ્તરે ભારતની વધતી પ્રતિષ્ઠાના પરિણામે દેશની યુવા શક્તિ આજે નવી ઊંચાઈઓ સર કરવા આતુર બની છે. મુખ્યમંત્રીએ પોતાના સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ યુવા પ્રતિભાઓને રાજકારણમાં જોડાઈને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે આહ્વાન કર્યું છે, જેને દેશભરના યુવાનો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે. 
તેમણે જણાવ્યું કે ગાંધીનગર ખાતે "વિકસિત ભારત યુવા સંવાદ" અંતર્ગત નવી દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલા "વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ-2026"માં રાજ્યના પ્રતિનિધિ તરીકે ભાગ લેનાર યુવાનો સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો હતો. આ દરમિયાન યુવાનોના વિચારો, અનુભવો અને વિકસિત ભારતના નિર્માણ માટેના તેમના સંકલ્પ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ અમલમાં મૂકાયેલી યુવા સશક્તિકરણની નીતિઓના કારણે આજનો યુવાન માત્ર નોકરી શોધનાર નહીં, પરંતુ રોજગાર સર્જનાર તરીકે ઉભરી રહ્યો છે. 
દેશના યુવાનો સ્ટાર્ટઅપ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતના યુવાનો "વિકસિત ગુજરાત"થી "વિકસિત ભારત @ 2047"ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આઝાદીના અમૃતકાળમાં ભારતને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પને પૂર્ણ કરવા માટે યુવા શક્તિની ઊર્જા અને પ્રતિબદ્ધતા નિર્ણાયક સાબિત થશે.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો