જાણો એ 10 કારણ જેને લીધે પુરૂષો મહિલાઓ સાથે દગો કરે છે...

Last Modified ગુરુવાર, 3 મે 2018 (15:50 IST)
પ્રેમ એક સુંદર સંબંધ છે. એ એક એવો અહેસાસ છે જેનો ફક્ત ઉલ્લેખ પણ કરવામાં આવે તો આખી જીંદગી ઓછી પડી જાય છે. પણ જો આ સંબંધમાં દગો મળી જાય તો માણસનો આ શબ્દ પરથી વિશ્વાસ ઉઠી જય છે. તે સાથીને નફરત કરવાને બદલે ખુદને નફરત કરવા માંડે છે અને ઉદાસ થઈ જાય છે. પણ શુ તમે જાણો છો કે -
લગ્ન પછી પણ કેમ વફાદાર સ્ત્રીઓને પ્રેમમા દગો આપે છે.

આવો જાણીએ કેટલાક કારણો વિશે..

- તેઓ જાણે છે કે તેમનો સાથી તેમને છોડી નથી શકતો

લગ્ન પછી પુરૂષોએ એક્ટ્રા મૈરિટલ રિલેશનશિપનુ એક મહત્વપૂર્ણ કારણ છે કે તેમને વિશ્વાસ છે કે તેમની પાર્ટનર તેમને ક્યારેય છોડીને નહી જાય. સામાન્ય રીતે પુરૂશની એક જ પ્રકારની રૂટીન લાઈફથી તે જલ્દી બોર થઈ જાય છે.
જેનાથી તે કંઈક નવુ શોધવા કે કંઈક એડવેંચરસ કરવાનુ વિચારવા માંડે છે.
તેઓ વિચારે છે કે તેમના આ રિલેશન વિશે તેમની પાર્ટનરને ક્યારેય જાણ નહી થાય.

- રોમાંસ અને કનેક્શનની કમી

પુરૂષ હંમેશા કંઈક નવુ કરવાની કોશિશ કરે છે. પુરૂષ હંમેશા પોતાના દૈનિક દિનચર્યાવાળા જીવનમાં કંઈક નવુ ઈચ્છે છે અને એક રોમાંચક વસ્તુ સાથે સંબંધ જોડવા માંગે છે. તે ખૂબ જલ્દી જ પોતાની રોજીંદી લાઈફથી બોર થઈ જાય છે. આવામાં લગ્ન પછી લવ અફેયર જેવુ પગલું ઉઠાવે છે.

-યૌન સંતુષ્ટિનો અભાવ

આ વાત અનેક શોધમાં પણ સાબિત થઈ ચુકી છે કે લગભગ 80 ટકા પુરૂષ પોતાની પત્નીઓને સેક્સુલ ઈચ્છાને કારણે દગો આપે છે.
સામાન્ય રીતે સેક્સુઅલ ઈચ્છા પણ અનેક પ્રકારની હોય છે. તેમની અંદર સેક્સુઅલ એડિક્શન પણ હોઈ શકે છે.
જેના કારણે તે પોતાના વર્તમાન સંબંધથી અસંતુષ્ટ થઈને નવા સ્થાન પર સંબંધ બનાવવાની કોશિશ કરે છે.
રોમાંચની કમી

પુરૂષ હંમેશા કંઈક નવુ કરવાની કોશિશ કરે છે. પુરૂષ રોજબરોજની જીવનમાં કંઈક નવુ કરવા માંગે છે અને હંમેશા રોમાંચક વસ્તુઓ સાથે જોડાવવા માંગે છે. તે ખૂબ જલ્દી જ પોતાના જીવનથી બોર થઈ જાય છે અને એ જ કારણ છેકે તે હંમેશા પોતાના સાથીને બદલવાની કોશિશ કરે છે.

તાલમેલમાં ફેરફાર

ક્યારેક ક્યારેક પતિ પત્નેની આદતોમાં તાલમેલ બનતો નથી. આવામાં અનેક પુરૂષ કોઈ અન્ય મહિલા સાથે પોતાની વાતો શેયર કરે છે. આ સંબંધ દોસ્તીમાં બદલાય જાય છે અને બીજી મહિલા સાથે નિકટના સંબંધ બની જાય છે.

વફાદારી તંગ કરે છે

કેટલી મહિલાઓને ટેવ હોય છે કે તે પોતાના પતિમાં કોઈને કોઈ વાતને લઈને ખોટ કાઢતી હોય છે.
કે પછી એ વાતને લઈને ટોકે છે.
આવામાં પતિ ન ઈચ્છતા પણ પત્નીથી દૂર થઈ જાય છે અને બીજી મહિલાઓ તરફ આકર્ષિત થવા માંડે છે.
તે પોતાની વફાદારીથી તંગ થઈને જ આવો રસ્તો પસંદ કરે છે.
બીજી મહિલાઓને મળવુ

આજના સમયમાં જ્યા પુરૂષ અને મહિલા એક સાથે કામ કરે છે દિવસના નવ દસ કલાક એક સાથે ઓફિસમાં વિતાવે છે. આવામાં એક બીજા પ્રત્યે આકર્ષિત થવા માંડે છે.
એક બીજા સાથે સારુ લાગવા માંડે છે. જેના કારણે અહીથી જ એકસ્ટ્રા મૈરેટિયલ અફેયરની શરૂઆત થવા માંડે છે.

તમારી સાથે ખુશ નથી

અનેક પુરૂષ પરિવાર વિકલ્પ સાથે મજબૂર થઈને લગ્ન કરે છે અને આવા સંબંધોનુ ક્યારેય ભવિષ્ય રહેતુ નથી. આ સાથે જ તે માણસ દુખની દિશામાં ચાલ્યો જાય છે અને પોતાના દુખને દૂર કરવા માટે મહિલાઓ સાથે સંપર્કમાં આવી જાય છે.

પ્રશંસાની કમી

થોડીક પ્રશંસા કરવાથી પત્નીનો ઉત્સાહ બમણો થઈ જય છે. પણ જ્યા સુધી માનસિકતા નહી બદલે, પ્રશંસાના શબ્દ પત્નીઓને મળવા મુશ્કેલ છે.
અનેક પતિયોને પત્નીઓનુ કામ દેખાતુ જ નથી. તે તેમની પ્રશંસા કેવી રીતે કરશે. આવામાં બંનેના સંબંધોમાં ટકરાવ ઉભો થાય છે.


ઈચ્છે છે સમર્થન

સર્વેમાં એક વાત એ પણ જાણવા મળી છે કે મહિલાઓ માટે દગો આપવાનુ મુખ્ય કારણ શારીરિક હતુ બીજી બાજુ પુરૂષોમાં ભાવનાત્મક, પુરૂષોને જ્યારે ઈમોશનલ સપોર્ટ નથી મળતો ત્યારે તે પોતાના પાર્ટનરથી દૂર થઈને કોઈ બીજા સાથે જોડાય છે.


આ પણ વાંચો :