શેર માર્કેટ નવી ઊંચાઈઓ પર

નવી દિલ્હી| Last Modified ગુરુવાર, 3 જુલાઈ 2014 (10:23 IST)
. બજારોમાં આજે પણ મજબૂતી કાયમ છે. સેંસેક્સ અને નિફ્ટી રેકોર્ડ સ્તર પર ખુલ્યા. ખુલતા જ સેંસેક્સે 25931.5 અને નિફ્ટીએ 7754.6ના નવા લાઈફ હાઈ બનાવ્યા. મિડ કૈપ અને સ્મોલકૈપ શેરોમાં 0.3-0.5 ટકાની મજબૂતી છે.

આઈટી અને તકનીકી શેર 0.7 ટકા ચઢ્યા છે. મેટલ, રિયલ્ટી, બેંક, એફએમસીજી, હેલ્થકેયર, કંજ્યૂમર ડ્યૂરેબલ્સ, ઓયલ એંડ ગેસ શેર 0.6-0.3 ટકા મજબૂત છે. કેપિટલ ગુડ્સ અને પાવર શેરોમાં 0.25 ટકાની બઢત છે. ઓટો શેર સુસ્ત છે.

નિફ્ટી શેરમાં ટેક મહિન્દ્રા 2.5 ટકા ઉછળ્યો છે. સન ફાર્મા, યૂનાઈટેડ સ્પિરિટ્સ, ટીસીએસ, સેસા સ્ટરલાઈટ. કોલ ઈંડિયા, વિપ્રો, એમએંડએમ, પીએનબીમાં 1.7-1 ટકાની તેજી છે. દિગ્ગજોમાં બજાજ ઓટો 3 ટકા તૂટ્યો છે. મારુતિ સુઝુકી, પાવર ગ્રિડ, એનટીપીસી, ડો. રેડ્ડીઝ, હિંડાલ્કો, અંબૂજા સીમેંટ્સ, આઈડીએફસી ડીએલએફ ઈંડસઈંડ બેંક લગભગ 1-0.5 ટકા ગબડ્યા છે.


મે કરતા હીરો મોટોની જૂન વેચાણમાં 10 ટકાનો ઘટાદો થયો છે. હીરો મોટોના શેર 2 ટકા વધુ તૂટ્યા છે. વાર્ષિક આધાર પર જૂનમાં ટીવીએસ
મોટરનુ વેચાણ 23 ટકા વધ્યુ છે. ટીવીએસ મોટરમાં 3 ટકાનો ઉછાળ આવ્યો છે. એશિયાઈ બજારોમાં મળતાવડુ પરિણામ છે. સ્ટ્રેટ્સ ટાઈમ્સ અને તાઈવાન ઈંડેક્સ લગભગ 0.5 ટકા મજબૂત છે. શંઘાઈ કંપોઝિટમાં પણ વધારો છે. જો કે નિક્કેઈ અને કોસ્પીમાં નબળાઈની સાથે વેપાર થતો દેખાય રહ્યો છે.

બુધવારે અમેરિકી બજારોમાં ખૂબ જ સુસ્ત વેપાર રહ્યો. ડાઓ જૉસ અને એસએંડપી 500 સાધારણ બઢત સાથે નવા રેકોર્ડ સ્તરો પર બંધ થયો. બજારની નજર ગુરૂવારે રજૂ થનારા જૂનના નોકરીઓના આંકડા પર છે.


આ પણ વાંચો :