શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By ભાષા|
Last Modified: મુંબઇ , શુક્રવાર, 29 મે 2009 (18:56 IST)

સેંસેક્સ નવ મહિનાની ટોચે

જીડીપી દર સંબંધી સારા સમાચાર અને તેલ કિંમતોને નિયંત્રણ મુક્ત કરવાના સંકેતોને પગલે લેવાલી નિકળતાં શેર બજારમાં આજે તેજી જોવા મળી હતી. બીએસઇનો સેંસેક્સ 329 પોઇન્ટ વધીને નવ મહિનાની ટોચની સપાટી 14625.25 બંધ રહ્યો હતો.

તીસ શેર આધારિત સેંસેક્સ છેલ્લા બે કારોબારી સત્રમાં અંદાજે 710 પોઇન્ટ મજબૂત બન્યો હતો. આજે કારોબાર દરિમયાન તે 14727.28 પોઇન્ટ થયો હતો જે રેકોર્ડ સમાન છે. સેંસેક્સ 10મી સપ્ટેમ્બર બાદ પહેલી વાર આટલી ઉંચી ટોચે ગયો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 111.85 પોઇન્ટ મજબૂતી સાથે 4448.95 પોઇન્ટે બંધ રહ્યો હતો.