રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (14:32 IST)

પિતૃદોષ તો નથી તમારી પરેશાનીઓનુ કારણ, આ રીતે મનાવો પિતરોને

માન્યતા છેકે સૂર્ય કન્યા રાશિમાં આવ છે ત્યારે પિતર પરલોકથી ઉતરીને  થોડા સમય માટે પૃથ્વી પર પોતાના પુત્ર-પૌત્રોને ત્યા આવે છે. પુરાણો મુજબ યમરાજ દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં બધા જીવોને મુક્ત કરી દે છે. જેનાથી તે પોતાના સ્વજનો પાસે જઈને તર્પણ ગ્રહણ કરી શકે. પિતૃદોષ થતા અનેક પ્રકારની પરેશાનીઓ ઉઠાવવી પડે છે. 
 
આવો જાણીએ આ દોષને દૂર કરવાના ઉપાય 
 
પિતા દાદા અને પરદાદાને ત્રણ દેવાતાઓના સમાન માનવામાં આવે છે.  શ્રાદ્ધ સમયે આ અન્ય બધા પૂર્વજોના પ્રતિનિધિ માનવામાં આવે છે. પિતરોનો આહાર અને તમારી શ્રદ્ધા પહોંચાડવાનુ એકમાત્ર સાધન શ્રાદ્ધ છે.  જો ઘરમાં રહેનારા લોકો વારેઘડીએ દુર્ઘટનાઓનો શિકાર થાય કે ઘરમાં ક્લેશ, અશાંતિ કાયમ રહે છે. રોગ પીછો છોડતુ નથી કે પરસ્પર મતભેદ રહે છે.  બનતા કાર્યોમાં અવરોધ આવે છે.  સંતાન પ્રાપ્તિમાં વિલંબ થાય છે અથવા ઘરમાં આવક કરતા ખર્ચ વધી જાય છે.  આવુ થાય ત્યારે માનવામાં આવે છે કે ઘરમાં પિતૃદોષ છે. 
 
- પિતૃદોષ દૂર કરવા માટે ઘરમાં ગીતા પાઠ કરાવો. 
- દરેક અમાસના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવો. 
- ભોજનમાં પૂર્વજોની મનપસંદ વસ્તુઓ બનાવો. ખીર બનાવો. 
- ઘરમાં વર્ષમાં એકાદ બે વાર હવન જરૂર કરાવો. 
- પાણીમાં પિતૃનો વાસ માનવામાં આવે છે તેથી પીવાના પાણીના સ્થાન પર તેમના નામનો દીવો પ્રગટાવો. 
- સવાર સાંજ પરિવારના બધા લોકો મળીને સામુહિક આરતી કરે. 
- મહિનામાં એક બે વાર ઉપવાસ રાખો. 
- શ્રાદ્ધ પક્ષમાં પીપળના વૃક્ષ પર ચોખા, તલ અને ફૂલ ચઢાવીને પૂજા કરો.