1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By વાર્તા|
Last Modified: તિરુવનંતપુરમ , ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2008 (16:21 IST)

કોચીમાં 7મીથી સૈફ એથલેટિક્સ સ્પર્ધા

તિરુવનંતપુરમ(વાર્તા) દક્ષિણ એશિયાઈ દેશોના 250થી વધુ એથલેટ આગામી સાત અને આઠ માર્ચ દરમિયાન કોચીમાં યોજાનારી પહેલી સૈફ એથલેટિક્સ સ્પર્ધામાં ભાગ લેશે. કેરળના ખેલ મંત્રી એમ વિજયકુમારે આજે જણાવ્યુ હતુ કે, આ સ્પર્ધાને સફળ બનાવવા માટે પુરજોશમાં તૈયારી શરૂ કરી દેવાઈ છે. તેમાં મેજબાન ભારત સહિત શ્રીલંકા, પાકિસ્તાન, માલદ્વીવ, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાનના એથલીટ ભાગ લેનાર છે.