સુરત ખાતે આયોજિત ‘નેશનલ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપ-૨૦૨૧’ માં ૧૨ વર્ષીય દિતી વેકરીયાએ બાજી મારી
સુરત ખાતે તા.૧૬ થી ૧૯ ડિસે. ના રોજ નેશનલ પાવર લિફ્ટિંગ ફેડરેશન, સ્પોર્ટ્સ અસોસિએશન ઓફ ગુજરાત અને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે નેશનલ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપ-૨૦૨૧ યોજાઈ હતી. જેમાં ૫૦ કિ.ગ્રા. વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં સુરતની ૧૨ વર્ષીય દિતી રિતેશકુમાર વેકરીયાએ બાજી મારી હતી.
સ્ટોપ ડ્રગ્સ, સેવ ઇન્ડિયા અને 'ડ્રગ્સફ્રી યુથ'ની થીમ પર આયોજિત આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી ૮૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ૪૦ કિગ્રા વજન ધરાવતી ૧૨ વર્ષીય દિતીએ ૪૦ ૫૦ કિ.ગ્રા. વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ જીતીને આ કેટેગરીમાં સૌથી નાની વયના સ્પર્ધક તરીકે વિજેતા બનીને સુરતનું ગૌરવ વધાર્યું છે.