સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: ઢાકા. , સોમવાર, 20 ડિસેમ્બર 2021 (13:45 IST)

India Beat Japan In Hockey: ભારતના સૂરવીરોએ જાપાન સામેની મેચમાં કર્યો ગોલનો વરસાદ, 6-0થી હરાવીને કર્યો સેમીફાઈનલમાં પ્રવેશ

ભારતીય ટીમે  રવિવારે એશિયન ચેમ્પિયંસ ટ્રોફી 2021મા પોતાની અંતિમ લીગ મેચમાં જાપાનને 6-0થી હરાવ્યુ. ટોક્યો ઓલિમ્પિકની બ્રોંઝ મેડલિસ્ટ ટીમે મનદીપ સિંહની કપ્તાનીમાં જોરદાર પ્રદર્શન કર્યુ. તેણે જાપાનના દરેક વિભાગને ડોમિનેટ કર્યુ. ખાસ કરીને ગોલકીપર સૂરજ કરકેરાએ ખૂબ જ સાવચેતેથી ઘણી તકો બચાવી અને જાપાનને એક પણ ગોલ બનાવવા ન દીધો. 
 
પાસ્કિતાન વિરુદ્ધ બે ગોલ બનાવનારા હરમપ્રીત સિંહે અહી પણ સ્ટિક દ્વારા પોતાનો જાદુ વિખેર્યો અને બે ગોલ બનાવ્યા. દિલપ્રીત સિંહ, જરમનપ્રીત સિંહ, સુમિત અને શમશેરના નામે એક એક ગોલ રહ્યો. આ રીતે ભારતીય ટીમ ટોપ પર રહેતા લીગ ચરણ ખતમ કર્યુ.