Last Modified: જયપુર , શનિવાર, 26 સપ્ટેમ્બર 2009 (15:05 IST)
30 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય બાળ બેડમિંટન સ્પર્ધા
છોકરા અને છોકરીઓના વર્ગની 55મી જુનિયર રાષ્ટ્રીય બાળ બેડમિંટન સ્પર્ધા આગામી 30 સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોમ્બર સુધી ચેન્નાઈમાં આયોજીત કરવામાં આવશે.
ભારતીય બેડમિંટન મહાસંઘના મહાસચિવ એએસ નકવીએ જણાવ્યું કે સ્પર્ધામાં ત્રિપુરા, મેઘાલય અને દમણદીવ સહિત 27 રાજ્યોની ટીમ બાળક વર્ગમાં તેમજ 25 રાજ્યોની ટીમ બાલીકા વર્ગમાં ભાગ લેશે. ચેન્નઈના દસ મેદાન પર લીગ કમ નોકઆઉટ આધાર પર સ્પર્ધા આયોજીત કરવામાં આવશે.