ભારતના મહાન બેડમિંટન ખેલાડી નંદૂ નાટેકરનુ નિધન, ખેલ જગતમાં શોકનો માહોલ
ભારતના પૂર્વ મહાન બેડમિંટન ખેલાડી નંદુ નાટેકરનું નિધન થઈ ગયુ છે. તેમણે 88 વર્ષની ઉંમરે દુનિયામાંથી વિદાય લીધી. નંદુ ભારતના પહેલા બેડમિંટન ખેલાડી હતા જેમણે દેશ માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર પદક જીત્યુ હતુ. આ ઉપલબધિ તેમણે વર્ષ 1956 માં મેળવી હતી. તેમના નિધન પછી રમતજગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
તેની બેડમિંટન કારકિર્દીમાં, નંદુ નાટેકર ઓલ ઇંગ્લેન્ડ બેડમિંટન ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલ સુધી પહોચ્યા હતા. આ ઉપરાંત તેમણે 6 વાર નેશનલ ચેમ્પિયનશિપઓ ખિતાબ જીત્યો હતો. વર્ષ 1961માં તેમને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ મેળવનાર તે ભારતના પ્રથમ બેડમિંટન ખેલાડી હતા.
નંદુ નાટેકર પહેલા ક્રિકેટર બનવા માંગતા હતા અને તએ ક્રિકેટ પણ રમતા હતા, પરંતુ તેમનું મન ક્રિકેટમાં લાગતુ નહોતું. ત્યારબાદ નંદુએ પોતાનું ધ્યાન બેડમિંટન તરફ વાળ્યું. આ પછી તેમણે બેડમિંટનમાં એક નવું સ્થાન પ્રાપ્ત કર્યું.
તેણે1953માં 20 વર્ષની વયે ભારત માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેમણે પોતાના બેડમિંટન કેરિયરમાં ઘણી ઉપલબ્ધિઓ મેળવી. તેઓ વર્ષ 1954માં ઓલ ઇંગ્લેન્ડ બેડમિંટન ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા. ત્યારબાદ ક્યારેય તેમણે આ સ્પર્ધામાં ભાગ લીધો નહોતો.