બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (13:45 IST)

સુરતના ટેબલ ટેનિસ પ્લેયર હરમીત દેસાઈ ને રાષ્ટ્રપતિ હસ્તે એવોર્ડ: સુરત એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત

સુરત: સુરતનો હરમીત દેસાઈએ સમગ્ર દેશ સહિત દુનિયામાં નામ રોશન કર્યું છે. હરમીતે થોડા સમય પહેલા જ કર્ણાટકા માં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સ માં ટેબલ ટેનિસ સિંગલ માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ત્યારે હરમીત ની આ સિધ્ધિને આવકારી તેને અર્જુન એવોર્ડ માટે પસંદ કર્યો હતો. ગતરોજ રાષ્ટ્પતિ ના હસ્તે હરમીત ને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હરમીત ને અર્જુન એવોર્ડ મળતા જ સમગ્ર સુરતીલાલાઓમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. આજે જ્યારે હરમીત તેના હોમ ટાઉન ખાતે પહોંચ્યો હતો ત્યારે સુરત એરપોર્ટ પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અન્ય ટેબલ ટેનિસ ખેલાડીઓ દ્વારા પણ ફૂલ હાર પહેરાવી હરમીત નું સ્વાગત કરાયું હતું. હરમીત સુરત નો એક એવો માત્ર ખેલાડી છે જેને અર્જુન એવોર્ડ મળ્યો છે. હરમીતે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે  પોર્ટુગલ માં રમાનારી ટુર્નામેન્ટ માં ગોલ્ડ મેડલ માંટે મહેનત શરૂ કરી દીધી છે. 5 વર્ષ પહેલાં કોઈ પણ સુવિધા ન હતી , પરંતુ હવે ખેલાડીઓ માટે પૂરતી સુવિધાઓ મળવા લાગી છે અને રાજ્ય સરકાર પણ મદદ કરવા લાગી છે.