શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : બુધવાર, 28 જુલાઈ 2021 (17:46 IST)

તીરંદાજી વિશ્વકપમાં દીપિકા કુમારીએ રચ્યો ઈતિહાસ, સુવર્ણ જીતીને બની દુનિયાની નંબર 1 તીરંદાજ

Indian Archer Deepika Kumari
ભારતની સ્ટાર મહિલા તીરંદાજ દીપિકા કુમારીએ પેરિસમાં ચાલી રહેલ તીરંદાજી વિશ્વ કપમાં ઈતિહાસ રચ્યો છે. વિશ્વ કપ સ્ટેજ 3માં રિકર્વ વ્યક્તિગત સ્પર્ધાને 6-0થી જીતીને સુવર્ણ પદકની પોતાની હેટ્રિક પુરી કરી. આ જીત સાથે દીપિકા દુનિયાની નંબર 1 મહિલા તીરંદાજ બની ગઈ છે. વિશ્વ તીરંદાજીએ સોમવરે પોતાની તાજા રૈકિંગ રજુ કરી જેમા દીપિકાને પ્રથમ સ્થાન મળ્યુ. દીપિકા કુમારીએ બીજીવાર તીરંદાજીમાં આ સફળતા પ્રાપ્ત કરી છે. 
 
રાંચીની 27 વર્ષની દીપિકા કુમારીએ વર્ષ 2012 માં પહેલી વાર તીરંદાજીમાં ટોચનુ સ્થાન મેળવ્યુ હતુ. રવિવારે દીપિકાએ વ્યક્તિગત અને મિશ્રિત કાર્યક્રમમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. સોમવારે વર્લ્ડ તીરંદાજીની તરફથી સત્તાવાર ટ્વિટ પર કહેવામાં આવ્યુ  કે, 'દીપિકા કુમારીએ વર્લ્ડ તીરંદાજીમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. દીપિકા કુમારીએ અગાઉ અંકિતા ભકત અને કોમાલિકા બારી સાથે મહિલા રિકરવ ટીમ સ્પરધામાં મૈક્સિકોને સહેલાઈથી હરાવીને સુવર્ણ પદક જીત્યો. 
 
ત્યારબાદ તે તેના પતિ અતાનુ દાસ સાથે 0-2થી પાછળ થયા પછી નેધરલેન્ડના સૈફ વાન અને ડેન ગૈબ્રિએલાની જોડીને 5-3ના અંતરથી હરઆવતઆ ગોલ્ડ મેડલ પર નિશાન સાધ્યુ.  ત્યારબાદ રાંચીની રાજકુમારીએ રૂસની 17 મી રૈંક પ્રાપ્ત કરનારી એલિના ઓસીપોવાને 6-0થી અંતરે હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. દીપિકાના ઓવરઓલ પદકની વાત કરીએ તો 9 ગોલ્ડ, 12 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી છે.