મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શનિવાર, 24 સપ્ટેમ્બર 2022 (12:16 IST)

Laver Cup Roger Federer: ફેડરરે ભીની આંખો સાથે કહ્યું ટેનિસને અલવિદા, છેલ્લી મેચમાં તમામ દિગ્ગજો રડ્યા

Laver Cup Roger Federer: રોજર ફેડરરે શુક્રવારે ટેનિસને અલવિદા કહી દીધું. રોજર ફેડરર મહાન ટેનિસ ખેલાડીઓમાંથી એક છે. ફેડરરે 24 વર્ષની ટેનિસ કારકિર્દીમાં ઘણી સિદ્ધિઓ મેળવી હતી. ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેના ચાહકોની કોઈ કમી નથી. એવું કહેવું ખોટું નહીં હોય કે ફેડરર એવો વ્યક્તિ છે જેણે ટેનિસને આખી દુનિયામાં એક અલગ ઓળખ આપી. શુક્રવારે રોજર ફેડરરે તેની ટેનિસ કેરિયરની છેલ્લી મેચ રમી હતી.
 
આ મેચમાં રોજર ફેડરરે છેલ્લી વખત ટેનિસ ચેમ્પિયન રાફેલ નડાલની જોડીમાં કોર્ટમાં પ્રવેશ કર્યો હતો. આ મેચમાં, જેક્સ સોક અને ફ્રાન્સિસ ટાયફોયની વિશ્વ ટીમની જોડીએ રોજર ફેડરર રાફેલ નડાલને 4-6, 7-6(2) અને 11-9થી હરાવ્યો હતો. પરંતુ આ મેચમાં રોજર ફેડરરને ટેનિસને અલવિદા કહેતા જોઈને બધા નિરાશ થયા હતા. રોજર ફેડરરે તેની 24 વર્ષના  કેરિયરમાં 20 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. રોજર ફેડરરની નિવૃત્તિમાં સૌની આંખો ભીની હતી. દરેક વ્યક્તિ આ ક્ષણને પોતાની યાદોમાં કેદ કરવા માંગતી હતી.
 
હજુ ઘણા રહસ્યો ખુલવાના બાકી છે
 
આ કેસમાં હજુ ઘણા રહસ્યો ખોલવાના બાકી છે. આ ઘટનામાં માત્ર ત્રણ જ લોકો સંડોવાયેલા છે કે અન્ય કોઈ છે તે અંગે પોલીસ હજુ પણ પૂછપરછ કરી રહી છે. સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે રિસોર્ટના સીસીટીવી કેમેરા માત્ર દેખાડવા માટે જ કેમ લગાવવામાં આવ્યા? શું રિસોર્ટમાં કોઈ ગેરકાયદેસર કામ થતું હતું? હવે આ તમામ સવાલોના જવાબ પોલીસે શોધવાના છે.
 
શું બોલ્યા નડાલ
 
ગયા અઠવાડિયે ફેડરરની નિવૃત્તિની ઘોષણા બાદ, સ્પેનિયાર્ડ (રાફેલ નડાલ)એ તેના લાંબા સમયના હરીફ ફેડરરને સલામ કરતાં કહ્યું કે તેની નિવૃત્તિના સમાચાર 'વ્યક્તિગત રીતે મારા માટે અને વિશ્વભરની રમતગમત માટે દુઃખદ દિવસ છે'. 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નડાલે ફેડરર સાથે વર્ષોથી ઘણી રોમાંચક મેચો રમી છે. ફેડરરની નિવૃત્તિમાં રાફેલ નડાલ રડતો જોવા મળ્યો હતો. ફેડરરની આંખોમાં પણ આંસુ હતા.