ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (19:30 IST)

Tokyo Paralympic 2021: PM Modi એ ટોક્યો પૈરાલંપિકના ઉદ્દઘાટન પર ભારતીય ખેલાડીઓને આપી શુભેચ્છા, જુઓ વીડિયો

Tokyo Paralympic 2021: જાપાનની રાજઘાની ટોક્યોમાં પેરાલિમ્પિક ગેમ્સ(Paralympic Games)નો ઉદઘાટન સમારોહ યોજાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Modi)એ ટ્વિટર પર ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ભારતીય ખેલાડીઓ(Indian Para Athletes)ની ધ્વજ પરેડનો વીડિયો શેર કર્યો અને તેમને શુભેચ્છા પાઠવી. તેમણે આશા વ્યક્ત કરી કે આ વખતે પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર ખેલાડીઓ ઇતિહાસ રચશે અને દેશનું નામ રોશન કરશે. ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સ 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર 2021 સુધી યોજાશે. આ વખતે ભારતમાંથી 54 ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.
 
મોદીએ ટ્વીટ કર્યો વીડિયો 

 
પીએમ મોદીએ મંગળવારે સાંજે તેમના ટ્વિટર એકાઉન્ટ પર પેરાલિમ્પિક ગેમ્સના ઉદઘાટન સમારોહમાં ફ્લેગ માર્ચ કરતા ભારતીય દળનો વીડિયો શેર કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું, "ભારતને શુભકામનાઓ! મને ખાતરી છે કે આપણી પેરાલિમ્પિક ટીમ  પોતાનુ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને અન્ય લોકોને પ્રેરણા આપશે."
 
આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ઓફિસમાં તાળીઓ વગાડીને ખેલાડીઓનુ સમર્થન કરતા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી હજારો લોકોએ આ વીડિયોને લાઈક અને રીટ્વીટ કર્યો છે. નોંધનીય છે કે ભૂતકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા જતા ખેલાડીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેણે ખેલાડીઓને દબાણ વગર રમવાનું કહ્યું.